________________
(६०) विद्वाननित्यौ परिभाव्य लाभालाभौ स्वकर्मप्रशमोदयोत्थौ ।
मदं न लाभान्न च दीनभावमलाभतो याति समाहितात्मा ।।१८६ ॥ અર્થ : લાભમદ : સમાધિમાન્ મુનિરાજના તો કેટલા ગુણ ગાવા ? પોતાના વિષમ કર્મોનો પ્રશમ થતાં જો એમને લાભ થઈ જાય છે તો એ અનુકૂળ લાભને અનિત્ય જુએ છે. જો વિષમ કર્મોનો ઉદય થઈ જતાં કોઈ ગેરલાભ થઈ જાય છે તો એ ગેરલાભને પણ અનિત્ય જુએ છે. આમ થતાં તેમને લાભથી અભિમાન આવી જતું નથી અને ગેરલાભથી દીનતા આવી જતી નથી.
(६१) आजीविकागारवमेति भूयो लुक्षोऽपि यो भिक्षुरकिञ्चनोऽपि ।
कुर्वन्निजोत्कर्षपरापवादौ विपर्ययं याति भवे भवेऽसौ ।। १८७ ।। અર્થ : સાવ લૂખો અને પાછો અકિંચન છતાં જે ભિક્ષુ પોતાને મળી જતી આજીવિકાની વૃદ્ધિને પામે છે એ આત્મશ્લાઘા અને પરનિન્દાને કરતો ભવે ભવે ભારે ને ભારે કફોડી સ્થિતિને પામ્યા જ કરે છે. એ વિષમતાનો કોઈ અન્ત જ આવતો નથી.
(६२) यः साधुवादी कृतकर्म्मशुद्धिरागाढबुद्धिश्च सुभावितात्मा ।
न सोऽपि हि प्राप्तसमाधिनिष्ठ: पराभवन्नन्यजनं स्वबुद्ध्या ।।१८८ ।। અર્થ : જે આત્મા પોતાની બુદ્ધિથી બીજા આત્માઓની તર્જના વગેરે કરી નાંખતો હોય તે આત્મા (૧) સત્યભાષી હોય, (૨) સ્વકર્મમાં શુદ્ધિ રાખનારો હોય, (૩) તીક્ષ્ણ બુદ્ધિવાળો હોય, (૪) વિરાગથી સારી રીતે ભાવિત થયેલો હોય તો પણ તેને પ્રાપ્ત થયેલી સમાધિની નિષ્ઠારૂચિવાળો સમજવો નહિ.
જ્યાં જીવ માત્ર પ્રત્યે બહુમાન નથી ત્યાં સાચી સમાધિ નથી. (६३) अनन्तपर्यायविवृद्धियुक्तं ज्ञानार्णवं पूर्वमहामुनीनाम् ।
समाधिमानाधुनिकोऽवधार्य कथं स्वबुद्ध्या मदमेति साधुः ।। १८९ ।। અર્થ : ‘રે ! મારું તે જ્ઞાન કેટલું ? આટલા અમથા જ્ઞાનમાં અહં શેનો વકરે ? અહો ! પૂર્વના મહર્ષિઓ તો જ્ઞાનનો વિરાટ સાગર હતા. એકેકા દ્રવ્યના અનન્ત પર્યાયોના એ જાણ હતા. એ વિરાટ ! હું વામણો !'
+++++++++++++++++++++++++++++++++++++
++++++++++++++++♪♪♪♪♪♪♪+++++++++++++++++↓↓↓↓
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
૭૫