________________
(७९) आभ्यन्तरस्याभ्युदयाय बाह्यमाभ्यन्तरं बाह्यविशुद्धये च ।
तपः प्रकुर्वन्ति मनःसमाधेधृत्वानुकूल्यं जिनशासनस्थाः ।।२१३ ।। અર્થ : નિશ્ચય-વ્યવહારનયમય જિનશાસનના શરણે રહેલા મુનિઓ
અભ્યત્તર તપના વિકાસ માટે બાહ્ય તપ કરે છે અને બાહ્ય તપની વિશુદ્ધિ માટે અભ્યત્તર તપનું આરાધન કરે છે. આવી તપોની પરસ્પરની પૂરકતાને તેઓ જાણતા હોવાથી ચિત્તની સમાધિ દ્વારા બે ય તપ સતત કરતા રહેવાની અનુકૂળતાને તેઓ
સારી રીતે સિદ્ધ કરી શકે છે. (८०) ग्लानिर्न यत्रास्ति न चाक्षहानिर्यत्रैधते ब्रह्म न रोषवार्ता ।
यस्मिन्जिनाजैकवशंवदत्वं समाधिशुद्धं कथितं तपस्तत् ।। २१४ ।। અર્થ : સમાધિથી શુદ્ધ તપ તો તે જ કહેવાય જેને વહન કરતાં : (૧) :
ચિત્તમાં ખેદ ન હોય, (૨) ઈન્દ્રિયો વધુ ક્ષીણ થઈ જતી ન હોય, (૩) પરમાત્માનું ધ્યાન પળે પળે લાગી જતું હોય, (૪) આંખોમાં કે ચિત્તમાં ય ક્રોધની કોઈ વાદળી ફરફર પણ વરસતી ન હોય, (૫).
એકમાત્ર જિનાજ્ઞાને જીવનપ્રાણ બનાવ્યો હોય. (८१) ग्रामे कुले वा नगरे च देशे न या मनागप्युपधौ च मूर्छा ।
हतारतिव्याधिसमाधिमाजां धर्मः परोऽकिञ्चनताऽभिधोऽयम् ।। २१६।। અર્થ : સમાધિમાન મુનિરાજને ગામ, કુળ, નગર કે દેશમાં ક્યાંય મમત્વ
હોતું નથી. રે! વસ્ત્રાદિ ઉપધિમાં પણ તે મૂચ્છિત થતા નથી. એમના સમાધિભાવથી ચિત્તની અરતિઓ અને કાયાની વ્યાધિઓ પણ એવા ખતમ થઈ ગયા હોય છે કે એથી ઔષધાદિનો પણ પરિગ્રહ કરવાની જરૂર રહેતી નથી.
અહો ! અકિંચનતા-ધર્મના કેવા ઉત્કૃષ્ટ નમૂનારૂપ એ મહાત્માઓ ! (८२) धर्मार्थवृत्तिर्न च कीर्तिपूजासत्कारलाभार्थितयाविलात्मा ।
अध्यात्मपूतो धूतपापकर्माधिया नियोगप्रतिपत्तिमत्या ।।२२१।। અર્થ : સમાધિમાર્ આત્માની વૃત્તિ-પ્રવૃત્તિ શુદ્ધ ધર્મ માટે જ હોય છે. કીર્તિ,
પૂજા, સત્કાર, લાભ વગેરેની વાસનાથી એનો આત્મા કદી ખરડાતો નથી. અધ્યાત્મભાવથી એ પવિત્ર હોય છે અને મોક્ષને સ્વીકારતી
૮૦.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨