________________
(६८) पदानि वर्णैर्विहितानि तैश्च वाक्यानि वाक्यैरखिलः प्रबन्धः ।
इत्थं श्रयन्नैश्चयिकं समाधेर्ग्रन्थं करोमीत्यभिमन्यते कः ।।१९७ ।। અર્થ : કેટલાક વર્ણો ભેગા થઈને પદો બની ગયા, પદોના ભેગા થવાથી વાક્યો બની ગયા, વાક્યોના ભેગા થતાં પ્રબન્ધો બની ગયા અને પ્રબન્ધો ભેગા થતા ગ્રન્થ બની ગયો.
તો અહીં ‘મેં ગ્રંથ બનાવ્યો !' એવું કહેવાય જ શી રીતે ? સમાધિથી નૈૠયિક મત વિચારતાં મુનિરાજનું અંતર આમ બોલે છે. (६९) द्रव्येषु भिन्नेषु कदापि न स्यान्ममत्ववार्तापि समाधिभाजः । रागादिभावैर्विहितं ममत्वं न तत्प्रमाणीकुरुते च योगी ।। २०१ । । અર્થ : ભિન્ન એવા પુદ્ગલોમાં સમાધિમાન્ આત્માને ક્યારેય પણ એવું મમત્વ થતું નથી કે, ‘આ મારું છે.’
કેમકે મમત્વ તો રાગાદિ ભાવોને કારણે જ થાય. અને રાગાદિ ભાવો તો સમાધિસ્થને બિલકુલ માન્ય નથી. શુદ્ધ નયથી ભાવિત યોગી પોતાના આત્માને શુદ્ધ સ્વભાવનો જ કર્તા માને છે.
( ७० ) यथा जनोऽन्यस्य सुखासुखेषु तटस्थभावं भजते तथैव । विश्वस्य तेषु प्रशमी ममत्वाहङ्कारमुक्तः सुसमाधिशाली ।। २०३ ।। અર્થ : જેમ એક માણસ બીજા માણસના સુખ કે દુઃખમાં તટસ્થભાવનેસાક્ષીત્વભાવને-ધારણ કરે .છે તેમ મમત્વ અને અહંત્વની ગ્રન્થિમાંથી મુક્ત થઈ ગયેલા સમાધિસ્થ મહાત્મા સમગ્ર વિશ્વના સુખ-દુઃખો પ્રત્યે તટસ્થ બનીને રહે છે. આથી તે પરમ પ્રશમભાવને પ્રાપ્ત કરે છે.
(७१) समाधिभाजां व्यवहारकाले मैत्र्यादिरूपापि हि चित्तवृत्तिः ।
एकान्तशुद्ध त्वियमिद्धसिद्धज्योतिः समापत्तिमयी प्रसिद्धा ।।२०४ ।। અર્થ : સમાધિમાન્ મુનિવરોની ચિત્તવૃત્તિ વ્યવહારકાળમાં મૈત્ર્યાદિ ભાવમય હોય છે. પણ જ્યારે એ યોગી શુદ્ધ નિશ્ચયમાં વર્તતો હોય છે ત્યારે એ જ ચિત્તવૃત્તિ દેદીપ્યમાન પરમ જ્યોતિસ્વરૂપ સિદ્ધ
÷÷÷÷÷÷÷÷÷1†††↓↓↓♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪↓↓↓†††††††††††††↓↓↓↓↓↓↓÷÷÷÷÷÷††♪♪♪♪♪♪÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
868