________________
આવી જઈને શાસ્ત્રીય ધર્મમાર્ગનો કદી પણ ભેદ કરતાં નથી. રે ! સમુદ્ર જેવા ગંભીર ચિત્તવાળા એ મુનિરાજ છે. આવું છીછરાપણું તો તેમનામાં ક્યાંથી હોય? પોતે જે ડાળ ઉપર બેઠો છે એ જ ડાળને પોતાની જ તીક્ષ્ણ કુહાડીથી
કયો ડાહ્યો માણસ કાપી નાંખે? (४२) उत्सर्गरुच्याऽप्यपवादरुच्या, विचित्रसाध्वाचरणप्रलापात् ।
स्वबुद्धिमात्रेण समाधिभाजो, न मार्गभेदं परिकल्पयन्ति ।।१६७।। અર્થ : સમાધિમાર્ મુનિરાજ પોતાની બુદ્ધિકલ્પના માત્રથી માર્ગભેદ કરી
દેવાનું અકાર્ય કદી કરતા નથી. ઉત્સર્ગરુચિ કે અપવાદરૂચિ ધરાવીને તેમાં એકાન્ત પકડી લેવો અને ૨ તે રીતના જ સાધ્વાચારની પ્રરૂપણાના આગ્રહી બની જવું એ એમના માટે સંભવિત નથી. ભલે, શાસ્ત્રમાં બે ય પ્રકારના પાઠોનો નય
નીતિથી આગ્રહ મળે, તેથી કાંઈ તેનો ગેરલાભ તેઓ ન ઉઠાવે. (४३) यन्नैव सूत्रे विहितं न चापि निवारितं किन्तु चिरप्ररूढम् ।
समाहिता मार्गभिदाभियैव तदप्यनालोच्य न दूषयन्ति ।।१६८।। અર્થ: જે માર્ગ સૂત્રમાં વિહિત પણ નથી તેમ નિષિદ્ધ પણ નથી પરંતુ
ચિરકાળથી તેની પરંપરા ચાલી આવતી જોવા મળે છે તો તેની ઉપર વિશિષ્ટ ગીતાર્થ ભગવંતોના પરામર્શપૂર્વકનો નિર્ણય મેળવ્યા વિના જ સમાધિમાર્ મુનિઓ કદી કોઈ ટીકા-ટીપ્પણ કરવાનું સાહસ
કરતા નથી. રખે માર્ગભેદ થઈ જાય એ ભયથીસ્તો. (४४) या यथा शिष्यगणैः समेतो बहुश्रुतः स्याद् बहुसंमतश्च ।
समाधिमार्गप्रतिकूलवृत्तिस्तथा तथा शासनशत्रुरेव ।।१६९ ।। અર્થ : વધુ ને વધુ શિષ્યોના ગુરુ બનતા જાય, બહુશ્રુત બનેલા હોય અને
આય નામકર્મની પુણ્યાઈના કારણે ઘણાઓને માન્ય બનતા હોય એવા મુનિરાજ જો સ્વમાં અને સંઘમાં સમાધિ ઉત્પન્ન કરવાને બદલે અસમાધિ થાય તેવી પ્રવૃત્તિ કરે તો તે અવશ્યમેવ જિનશાસનના શત્રુ છે.
૭૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨