________________
અનુભવતા નથી, પછી તે કારણો દુષ્ટમાં દુષ્ટ હોય કે ભયભીત કરી દેવા માટેના હોય. એ તો ધરતી જેવા છે. મોટા મોટા પર્વતો અને વિરાટ વડલાઓને
ઉપાડતી ધરતી ક્યારેય પણ એ ભારેખમ ભારથી ડગી છે ખરી ? (३५) सुदूरदीर्घोच्चपदाधिरोहे नान्तर्विषीदन्ति समाधिधुर्याः ।
शक्त्या विहीनास्तु जरद्गवाभा भ्रश्यन्ति तस्मादसमाधिखिन्नाः ।।१६० ।। અર્થ: સમાધિભાવને સિદ્ધ કરવામાં અગ્રેસર બનેલા મુનિવર બહુ દૂરના,
ઘણા લાંબા અને ખૂબ ઊંચા એવા સાધનાના સ્થાનો ઉપર ચડવામાં ય કદી અંતરમાં ખિન્ન થતા નથી. એ તો અસમાધિથી અકળાઈ ગયેલા ગધેડા જેવા શક્તિહીન માણસોનું કામ છે. એવાઓનું તો આવા ઉચ્ચ સ્થાનોએ ચડવા જતાં
પતન જ થાય. (३६) भीरुर्यथा प्रागपि युद्धकालाद् गवेषयत्यद्रिलतावनादि ।
क्लीवास्तथाध्यात्मविषीदनेनासमाहिताश्छन्नपदेक्षिणः स्युः ।।१६१ ।। અર્થ : બિચારા સમાધિભાવના રસાસ્વાદને કદી નહિ પામેલા મુનિવરો !
અધ્યાત્મની કઠોર કેડીએ પદાર્પણ કરતાં પહેલાં જ થરથર ધ્રૂજે તો તેમાં શી નવાઈ ! આવા નપુંસક જેવા લોકો અપવાદાદિ ગુપ્ત શાસ્ત્રમાર્ગો શોધી કાઢીને તેની ઉપર જ-શિથીલાચારનો આનંદ માણીને-જીવન પૂરું કરી નાંખતા હોય છે. નબળો માનવી ! એ વળી રણે શી રીતે ચડી શકે? પણ જો કદાચ કોઈ એને યુદ્ધ લડવાની ફરજ પાડે તો પહેલેથી જ યુદ્ધભૂમિ ઉપરથી નાસી જઈને લપાઈ જવાના સ્થાનરૂપ પર્વતો, કોતરો, જંગલો વગેરે
શોધી રાખે ખરો. (३७) पठन्ति शास्त्रं खलु ते कुतर्कज्योति:कथावैद्यकनाटकादि ।
कुतोऽपि हेतोः पततां समाधेराजीविकाऽनेन भविष्यतीति ।।१६२ ।। અર્થ : અસમાધિમાર્ મુનિઓ કુતર્ક, જ્યોતિષ, કથા, વૈદક, નાટક વગેરે
૬૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨