________________
શાસ્ત્રોને અચૂક ભણતા હોય છે. કદાચ-ન કરે નારાયણ-મુનિજીવનના ઉન્નત સ્થાનેથી કોઈ કારણે
ભ્રષ્ટ થઈ જવાય તો આ ભણતરથી રોટલો નીકળી જાય તે માટેસ્તો. (३८) रणाङ्गणे शूरपुरस्सरास्तु पश्यन्ति पृष्ठं न हि मृत्युभीताः ।
समाहिताः प्रबजितास्तथैव वाञ्छन्ति नोत्प्रव्रजितुं कदाचित् ।।१६३ ।। અર્થ : ઉચ્ચ ખાનદાન કુળના સમાધિમાન આત્માઓ દીક્ષા લીધા પછી કદી
પણ સંસાર તરફ પાછા વળવાનું ઈચ્છતા નથી. શૂરવીરોમાં અગ્રણી યોદ્ધાઓ મોતથી ડરી જઈને રણભૂમિ ઉપરથી
કદી ઘર તરફ પાછું વળીને જોતા હશે ખરા? (३९) श्रद्धां पुरस्कृत्य निनिर्गतो यां तामेव सम्यक् परिपालयेद्यः ।
सिंहोत्थितः सिंहविहारचारी समाहितोऽसौ न विषादमेति ।।१६४।। અર્થ : મહાભિનિષ્ક્રમણના પુનિત પંથે પદાર્પણ કરતી વખતે એક મહાત્મા
હૈયાની જે શ્રદ્ધાની જલતી-ઝળહળતી આગ સાથે સંસાર ત્યાગે છે તે જ શ્રદ્ધાની આગને જો તેવી ને તેવી જલતી-ઝળહળતી રાખે તો સિંહની માફક છલાંગ મારીને સંસારથી ઊઠી ગયેલા અને સિંહની માફક ગર્જના કરીને આંતરશત્રુઓને ધ્રુજાવતા વિચરતા એ સમાધિમાર્ મુનિરાજના મોં ઉપર કોઈ પણ નાની-મોટી પ્રતિકૂળતા,
વિષાદની ટીશી પણ ઉત્પન્ન કરી શકે ખરી ? (४०) पन्थानमेनं प्रणता हि वीराः क्लीबस्य गम्योऽस्ति कदापि नायम् ।
इत्थं समाधाय कदापि धीरोदात्ताशयः खिद्यति नो महात्मा ।।१६५।। અર્થ : મહાત્માઓ ગર્જના કરતા કહે છે, “અમારો આ માર્ગ શૂરવીરોથી
મપાયેલો છે, હીજડાઓનું તો અહીં કામ જ નથી.' વંદન તે ગર્જનાશીલ મુનિરાજોને ! ધીર અને ઉદાત્ત ચિત્તવાળા છે મુનિરાજો ! હવે આપના જીવનમાં ખેદ તો ક્યારેય પણ ક્યાંથી જોવા
મળે ? (४१) समुद्रगम्भीरमनाः स्वदर्पाद् भिनत्ति मार्ग न समाहितात्मा ।
आत्माश्रितामेव कुठारतक्ष्ण्यात् छिनत्ति शाखां न तरोर्विपश्चित् ।।१६६ ।। અર્થ : પોતાની શિષ્ટ વિદ્વત્તાને કારણે સમાધિમાન મુનિરાજ અભિમાનમાં જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
૬૯