________________
ભયંકર અગ્નિની ભઠ્ઠીમાં ફેંકાઈ જાય તો ય જાત્યસુવર્ણના સ્વરૂપમાં
લગીરે ફેરફાર થયેલો કોઈએ કદી સાંભળ્યો છે ખરો? (३१) असह्यया वेदनयाऽपि धीरा रुदन्ति नात्यन्तसमाधिशुद्धाः ।
कल्पान्तकालाग्निमहार्चिषाऽपि नैव द्रवीभावमुपैति मेरुः ।।१५६ ।। અર્થ : અત્યન્ત વિશુદ્ધ સમાધિભાવથી રસતરબોળ થયેલા ધીર મુનિવરોની
કાયાના રૂંવાડે રૂંવાડે તણખાં ઝરે તો ય તેમની આંખો આંસુથી લગીરે ભીંજાતી નથી. પ્રલયકાળના અગ્નિના ગગનસ્પર્શી ભડકાઓથી ક્યારેય સુવર્ણમેરૂ
લપેટાઈ જાય તો ય તે શું ઓગળી જાય ખરો? (३२) समाधिविध्वस्तभयाः स्मशाने शून्यालये वा प्रतिमां प्रपन्नाः ।
दृष्ट्वापि रूपाणि भयङ्कराणि रोमापि नैवोद्गमयन्ति गात्रे ।। १५७।। અર્થ : ઓ મુનિવરો ! આપના સઘળા ય ભયો સમાધિભાવના મુલ્ગરથી
ચૂરચૂર થઈ ગયા. હવે આપ સ્મશાનમાં કે કોઈ ભેંકાર ભૂતીઆ ઘરમાં પ્રતિમા સ્વીકારીને રહો, ત્યાં ગાત્રો થથરાવી નાખે તેવા ભયંકર રૂપોને જુઓ
તો ય આપના કોઈ રૂંવાડામાં ય ફફડાટ શેનો હોય ? (३३) महोपसर्गाश्च परीषहाश्च देहस्य भेदाय न मे समाधेः ।
इत्थं विविच्य स्वपरस्वभावं भयानुबन्धं मुनयस्त्यजन्ति ।। १५८ ।। અર્થ: જે મુનિરાજ એક જ વિચાર કરે છે કે, “ઘોર ઉપસર્ગો અને પરીષહો
મારી ઉપર તૂટી પડે તો ય બહુ બહુ તો મારા શરીરના કટકા કરી નાંખશે પણ મારી સમાધિના કટકા કરવાની તો તેમનામાં ય તાકાત નથી.” આવા સ્વ અને પરના સ્વભાવોના વિવેકજ્ઞાનને પામી ગયેલા
મહાત્મા ભયના સંસ્કારોથી મુક્ત હોય તેમાં શી નવાઈ ? (३४) कुहेतुभिर्वा भयहेतुभिर्वा न क्षोभमभ्येति समाहितात्मा ।
महीधराणाञ्च महीरुहाणां सर्वसहा क्षुभ्यति किं नु भारैः ।।१५९ ।। અર્થ : સમાધિમાન્ મુનિરાજ કોઈ પણ કારણે ચિત્તમાં ખળભળાટ
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા)