________________
આવી સમાધિને જે મુનિવર વિસ્તારી રહ્યા છે તેમને ક્રોધનો તો
સંભવ જ ક્યાંથી હોય? (૨૮) अत्यन्तलूक्षव्रतयोगनुन्नाः स्मृत्वानुभूताद्भुतभोगलीलाम् ।
न वैमनस्यं मुनयः प्रयान्ति समाधिमन्त्राहतशोकभूताः ।।१५३ ।। અર્થ: શું મુનિરાજોને પોતે ભૂતકાળમાં અનુભવેલો કોઈ અદ્ભુત સંસાર
સહસા યાદ આવી જાય તો ? તો એ સંસાર ત્યાગ્યાનો લગીરે અફસોસ એમને થતો નથી તેનું કારણ જાણો છો ? એ કારણ છે અત્યંત ઋક્ષ-ભોજનનું વ્રત. ઋક્ષભોજીને સંસાર યાદ આવે તો ય તેનાથી સમાધિના મનને લગીરે આંચકો પહોંચતો નથી. ' , અહો ! સમાધિના મન્નથી શોકના ભૂતડાને જેમણે કબજે કરી લીધા
છે એવા અ-શોક મુનિઓ ! આપને પ્રણામ... (२९) उग्रे विहारे च सुदुष्करायां भिक्षाविशुद्धौ च तपस्यसो ।
समाधिलाभव्यवसायहेतोः क्व वैमनस्यं मुनिपुङ्गवानाम् ।।१५४ ।। અર્થ: ઓ અતિ ઉગ્રવિહારકારી મુનિવરો ! ઓ સર્વદોષમુક્ત કઠોર
ભિક્ષાશુદ્ધિના આરાધકો ! ઓ અસહ્ય ઘોર તપના સ્વામીઓ ! આપને કદાપિ ચિત્તમાં વિહળતા ઉત્પન્ન થતી નથી ? ઉત્તર : ના, કદાપિ નહિ, કેમકે આ બધું ય ચિત્તમાં સમાધિની મસ્તીની જમાવટ કરવા માટે જ હાથે કરીને સ્વીકાર્યું છે પછી વિહળતા શેની ? અને સાચે જ આ ઉગ્રસાધનાના ફળરૂપે કોઈ અનોખી ચિત્તમસ્તીની
ઝલક અનુભવવા મળે છે. (३०) समाधिभाजोऽपि विपद्दशायां न यान्ति धीराः करुणास्पदत्वम् ।
जात्यस्य जायेत विवर्णभावः किमग्नितापादपि काञ्चनस्य ।।१५५ ।। અર્થ : સમાધિના રસમાં મહાલતા મહાત્માઓની તો શી વાત કરવી ?
ભયંકર આફતમાં તે ધીર પુરુષો મુકાઈ જાય ત્યારે તેઓ કરુણા, બિચારાપણાની દશાને કદી અનુભવતા નથી.
૬૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨