________________
અર્થ : : જુદા જુદા વેદ્યકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલ ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે ક્લેશો ઝંઝાવાતની જેમ ત્રાટકે તો ય તે વખતે જે પ્રશાન્ત મુનિવરો સમાધિના અનુભવમાત્રથી સ્વસ્થ રહે છે તેઓને અમે અંતઃકરણથી સ્તવીએ છીએ.
(२१) जनापवादेऽप्यसमे समाधिरतं मनो नारतिमेति साधोः । तमिस्रगूढेऽपि भजेत मार्गे दिव्याञ्जनोपस्कृतमक्षि नान्ध्यम् । । १४२ ।। અર્થ : લોકો ગમે તેવો અછતો અવર્ણવાદ તે મુનિનો કરે તો ય શું ? તેથી કાંઇ તે સમાધિસ્થ મુનિનું મન અરતિગ્રસ્ત થઈ ન જાય. જેની આંખે દિવ્ય અંજન આંજ્યું છે તે માણસ અંધકારમય રસ્તે ચાલ્યો જતો હોય ત્યારે કંઈ અંધત્વને પામતો નથી.
(२२) ज्ञानक्रियाश्वद्वययुक्समाधिरथाधिरूढः शिवमार्गगामी ।
:
न ग्रामपुः कण्टकजारतीनां जनोऽनुपानत्क इवार्तिमेति ।। १४३ ।। અર્થ : જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ બે ઘોડાના બનેલા મોક્ષમાર્ગે ધસમસતા જઈ રહેલા સમાધિરથમાં અધિરુઢ થયેલા મુનિરાજને નગરો અને ગામડાઓના કાંટા ભોંકાતા થતી અરતિનો સંભવ જ ક્યાં છે ? એ તો જેણે જોડા ય ન પહેર્યા હોય તેને એ અતિ થાય. આ મહાત્મા તો રથમાં આરૂઢ થયેલા છે.
(२३) लाभेऽप्यलाभेऽपि सुखे च दुःखे ये जीवितव्ये मरणे च तुल्याः । रत्याप्यरत्याप्यनिरस्तभावाः समाधिसिद्धा मुनयस्त एव ।। १४४ ।। અર્થ : સમાધિની વાતો કરનારા મુનિઓ સમાધિમાન્ ન કહેવાય. એ તો જેણે સમાધિને સિદ્ધ કરી દીધી હોય તે જ મુનિઓ સમાધિમાન્ કહેવાય. સમાધિસિદ્ધ મુનિઓ તે જ છે જેઓ (૧) લાભમાં કે અલાભમાં (૨) સુખમાં કે દુઃખમાં (૩) જીવનમાં કે મરણમાં સમાન અધ્યવસાયના સ્વામી છે, (૪) રતિ કે અરતિના ભાવો પણ જેમની સમાધિસિદ્ધ દશાને લગીરે આંચકો આપી શકતા નથી.
(२४) पुत्रात्कलत्राच्च धनाच्च मित्राद् देहाच्च गेहाच्च विविक्तता मे । इति प्रसंख्याय समाधिभाजो न शोकशङ्कुव्यथयाकुलाः स्युः । । १४८ ।।
†††††††††¡¡¡¡¡¡¡¡¡♪♪♪♪♪†††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૬૪