________________
(१४) न दोषदर्शिष्वपि रोषपोषो गुणस्तुतावप्यवलिप्तता नो ।
न दम्भसंरम्भविधेवोऽपि न लोभसंक्षोभजविप्लवोऽपि ।। १३२ ।। અર્થ : સમાધિમાન્ મુનિવરો ! આપને તો અમારા કોટાનકોટિ વંદન. આપના અછતા દોષોને ચોરે-ચૌટે ફેલાવવાનો ધંધો લઈ બેઠેલા દુર્જનો પ્રત્યે પણ આપની આંખની એકાદ પણ ભૃકુટિ રોષથી ઊંચી થઈ જતી નથી !
અને કમાલ ! કોઈ પણ આપના ગુણો ગાય તો ય આપના અંતરના કોઈ તારમાં ક્યાંય ગલગલીઆ થઈ જતા નથી. અને દંભી જીવનના તોફાનો તો ક્યાંય શોધ્યા જડતા નથી. પરપદાર્થની મૂર્છામાંથી ઉત્પન્ન થતી વિહ્વળતાઓના વિપ્લવો આપને સ્વપ્ને ય ઉદ્ભવતા નથી !
(१५) कंदर्पमन्यस्य न भूरि हास्यक्रीडारुचिं कस्यचिदीरयन्ति ।
:
समाधिभाजः कुदृशां मतेऽपि स्वयं न हास्यप्रथने रताः स्युः ।। १३३ ।। અર્થ નથી તો કદી એ સમાધિમાન્ મહાત્માઓ કોઈની કામવાસનાઓને ઉદ્દીપિત કરતા કે નથી તો એ બીજાઓના ઠઠ્ઠા-મશ્કરીના અડ્ડામાં કદી રસ ધરાવતા.
મિથ્યાદષ્ટિઓની જમાતમાં પણ એ મહાત્માઓ હાસ્યાદિ દ્વારા વાતાવરણને તુચ્છ રીતે વિસ્તારવામાં સ્વયં કદી તત્પર બનતા નથી. (१६) शरीररूपप्रविलोकनायां वस्त्रादिनेपथ्यविधौ च रम्ये ।
रतिर्ध्रुवं पौद्गलिके न भावे समाधिलब्धात्मरतिस्थितानाम् ।। १३५ ।। અર્થ : ઓ મુનિવરો ! જ્યારે સમાધિભાવ પામવા દ્વારા આપણે આપણા આત્મામાં જ પલાઠી મારીને બેસી જઈએ પછી આપણા શરીરના રૂપ, રંગ, આરોગ્ય કે દુર્બલતા આદિને તપાસ્યા કરવાની હલકી સ્થિતિમાં તો ચક્કર કાપતાં ન જ હોઈએ ને ? સંયમના ઉપકરણભૂત વસ્ત્ર વગેરેની મનમાં ગલગલીઆ ઉત્પન્ન કરતી ટાપટીપોમાંથી તો આપણું મન સંપૂર્ણપણે ઊભગી જ ગયું હોય ને ?
1+1+111111111111111111-SHIIIIIII$H$$$$$$$+નનનનન+H+1111111-111-1111-14
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૬૨