________________
સમ્યજ્ઞાનના પ્રકાશના સહસ્રકિરણોને વિશ્વમાં પ્રસરાવતાં ગુરુદેવ એ જ સાચા સૂર્યશા નથી? જો સદ્ગુરુ-સૂર્ય પ્રાપ્ત થઈ જાય તો બેડો
પાર થઈ જાય. (૮) સજ્ઞાનમાનાં વિનિપાતુશ્મનોતિ યો મોદમાન્યુ:
हस्ते गृहीत्वा विनिवार्य तस्माज्जनं नयत्यध्वनि धर्मबन्धुः ।। ५३ ।। અર્થ : અહો ! વંદન હો તે ધર્મબન્ધ ગુરુદેવોને ! પેલો જાલીમ મોહકૂવો;
ઉપરથી જાણે કે ડાળાં-ઝાંખડાએ ઢંકાએલો એકદમ ગુપ્ત, અજ્ઞાની જીવોના વિનિપાત માટે તો સાક્ષાત યમરાજના સહોદર જેવો. જો આ જગતમાં ધર્મગુર ન હોત તો કોણ વહાલી “મા” બનીને કુવે પડતાં અજ્ઞાની બાળને હાથ ઝાલીને ત્યાંથી પાછો લાવત અને
સન્માર્ગે ચડાવત? () રૂાં સમૃદ્ધિઃ સત્તા સમથિકમાવનગ્નેતિ નિનામઃ |
अत्रैव कार्यः सुदृढप्रयत्नो वैराग्यसर्वस्वमिदं विदन्ति ।।१२४ ।। અર્થ : શ્રી જિનાગમોના જાણકાર ભગવંતો કહે છે કે આવી તીર્થકરત્વની
સઘળી અતિશયસમૃદ્ધિ સમાધિના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે માટે વૈરાગ્યભાવના સર્વસ્વસમા સમાધિભાવને પામવા માટે સઘળો પ્રયત્ન ભવ્યાત્માએ કરી છૂટવો જોઈએ. अनल्पसङ्कल्पविकल्पलोलकल्लोलमालाकुलितस्य जन्तोः ।
ऐकान्तिकः कोऽपि विना समाधिस्तैमित्यमन्यो न हि तस्य हेतुः ।। १२७।। અર્થ: રે ભવ્યાત્માઓ ! અમે જાણીએ છીએ કે સંસારના અકથ્ય ભારથી
કચડાયેલા તમારું ચિત્ત અગણિત સંકલ્પ-વિકલ્પોના ચંચળ તરંગોથી આકુળ-વ્યાકુળ થઈ ગયું છે. પણ તે ચિત્તની સાચી શાન્તિનો ઉપાય એક જ છે. એ ઉપાયના સેવનથી ચિત્તશાન્તિ અચૂક પ્રાપ્ત થઈ જાય એમાં કોઈ શંકા નૈથી. એ ઉપાય છે, અડોલ સમાધિભાવને તમે સિદ્ધ કરો. સમાધિ એટલે સમાધાન, ચિત્તનું સમાધાન. સુખ અને દુઃખે-કોઈપણ પ્રસંગે ચિત્તનું સમાધાન કરતાં રહો.
=
(૧૦)
૬૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨