________________
આવે ! અને દેવીનું મૃત્યુ થતાં તેના વિરહનો ત્રાસ ! મૈયારી ! એ રુદન તો કાળમીંઢ પાણાંને ય જાણે પીગળાવી નાંખે !
(३) स्थिरान् यथार्थान् भ्रमणक्रियोत्थशक्त्या चलान् पश्यति संयुतोऽङ्गी । तथोग्रजन्मभ्रमशक्तियुक्तः पश्यत्युपादेयतयैव हेयान् ।। ३९ ।। અર્થ : કોઈ માણસ ટ્રેઈનમાં બેઠો હોય, ટ્રેઈન પૂરપાટ દોડી રહી હોય તે વખતે તેમાં બેઠેલા માણસને સ્થિર એવા પણ વૃક્ષો વગેરે દોડતાં દેખાવાનો ભ્રમ થાય છે. પોતાની ગાડીમાં ભ્રમણની ક્રિયા છે, પણ એ ક્રિયાશક્તિથી ખરેખર સ્થિર પદાર્થો દોડતાં હોવાનું એને દેખાય છે.
આવું જ દુર્ભાગી જીવોનું બને છે. જે જીવો હજી ચરમાવર્તકાળમાં પ્રવેશ્યા નથી તેમનામાં જન્મો લેવાની અને ભવમાં ભમવાની અતિ ઉગ્ર શક્તિ હોય છે. આના કારણે તે જીવોને જે પદાર્થો-ધર્મ વગેરેઉપાદેય જ છે તેમાં હેયતાનું ભાન થઈ જાય છે.
(४) प्रवर्धमानाऽशुभभावधाराकादम्बिनीध्वंसनचण्डवातः ।
रागो गदितो गुणानामुत्पत्तिहेतुर्विपदां प्रमाथी ।। ४३ ।। અર્થ : આ સદ્ધર્મ પ્રત્યેનો રાગ એ કોઈ નાનીસૂની બાબત નથી. જેમાંથી વિરાટ વડલો પ્રગટ થવાનો છે એ બીજ સામાન્યકોટિનું હોઈ શકે જ નહિ.
કાળ.
જીવાત્માને સદાય સતાવતી, એની ધર્મક્રિયાઓને પણ વિફળ બનાવતી, સદાય વધતી જતી વાસનાઓની મેઘમાળાઓને વેરવિખેર કરી નાંખતો આ પ્રચંડ વાવંટોળ છે, ધર્મરાગ. રે ! ગુણોનું તો આ મૂળભૂત ઉત્પત્તિસ્થાન છે. અને બાહ્ય, અત્યંતર આપદાઓનો તો આ ધર્મરાગ સાક્ષાત્ કાળ છે, (५) दृष्ट्वा सदाचारपरान् जनान् या शुद्धप्रशंसान्विततच्चिकीर्षा । सद्धर्मरागः स हि मोक्षबीजं न धर्ममात्रप्रणिधानरूपः ।। ४४ ।। અર્થ : રે ! સબૂર કોઈ ભૂલાવામાં પડજો મા ! ધર્મની ક્રિયાઓ કરવા માત્રથી તમે ધર્મરાગી છો એમ કોઈ માની ન લેતા ! એટલા માત્રથી મોક્ષનું
++++++++++1111111(+14+++++++++++++નનનનન+નનનનન+નનન+
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૫૮