________________
જ સાક્ષાત્ બાહ્ય સંયમજીવનના પણ આવા ઊંચા ફળો અનુભવે છે તો એવા એ સંયમમાં શા માટે પ્રયત્નશીલ નથી બનતો ?
(૧૬) उत्तमा ह्यात्मचिन्ता स्यात् मोहचिन्ता च मध्यमा । अधमा कामचिन्ता स्यात् परचिन्ताऽधमाधमा ।
અર્થ : આત્માની ચિંતા એ ઉત્તમ છે. પુત્ર, ભાઈ, માતા, પિતા વગેરેને વિશે અનુરાગથી જે મોહચિન્તા છે એ મધ્યમ છે. સ્ત્રી પ્રત્યેના વિકારથી જે કામચિન્તા છે તે અધમ છે. જ્યારે પરચિન્તા-પારકી પંચાત અધમાધમ છે.
૫૬
નનનનન+HHHH
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨