________________
'વૈરાગ્ય-ફાલતા (9) નાથાળીજ્ઞનવિથોરોષ શેષ વ7F વત્નત્તિ નોગ્યેઃ |
धत्ते पदं या भवमूनि तां यः प्रेक्षेत वैराग्यकलां स धन्यः ।।९।। અર્થ : ગગનના ચાંદની સોળ કળાઓ કહેવાય છે. જ્ઞાન એ પણ ચાંદ જ છે
ને? એની ય ઘણી બધી કળાઓ છે. પણ સબૂર ! આ ચાંદની બીજી બધી કલાઓ-વિદ્વત્તા, તાર્કિકતા, લેખનશક્તિ, વાચાળતા વગેરેકોઈ અસાધારણ કક્ષાની કળાઓ નથી. સામાન્ય પુણ્ય પણ સિદ્ધ થઈ જાય તેવી સામાન્ય કળાઓ છે. એ કળાઓને તો ઘણા બધા માણસો સિદ્ધ કરી લે તેમાં કશી નવાઈ પણ નથી. આ જ્ઞાન-ચાંદની ખરેખરી-અસામાન્યકોટિની-કલા તો એક જ છે, જેનું નામ છે; વૈરાગ્યકલા. મહાભયંકર ભવરાક્ષસના માથે પોતાનો પગ ખડો કરી દઈને તેને ઘોર પરાજય આપવાની તાકાત આ એક જ વૈરાગ્યકળા ધરાવે છે. આ વૈરાગ્યકળા ઉપર મુગ્ધ બની જઈને જે આત્માઓ એની તરફ ટીકી ટીકીને જોયા કરે છે, એ કલાને જેઓ આત્મસાત, જીવનસાત્ કરે છે તે આત્માઓ સાચે જ ધન્ય બની ગયા છે ! श्रद्धा-धृति-क्षान्ति-दया-सुमेधा-मुख्याप्सरोभिर्विलसत्यजस्रम् ।
वैराग्यस्ये खलु नन्दने यः शक्रोऽपि कस्तस्य मुनेः पुरस्तात् ।।२०।। અર્થ : રે! દેવોની દુનિયાના રાજા ઈન્દ્રના વૈભવો પણ આ મુનિઓની પાસે
પાણી ભરે છે પાણી. આ મુનિવરો પાસે નિર્મળ વૈરાગ્યભાવનું અદ્ભુત નંદનવન છે. ક્યાં છે એવું નંદનવન રાંક ઈન્દ્ર પાસે ? આ નંદનવનમાં મુનિવરેન્દ્ર અનેક ઉર્વશી અને અપ્સરાઓ સાથે અહર્નિશ મદમસ્તીની છોળો ઉડાડે છે. એ અપ્સરાઓના નામ છે, શ્રદ્ધા, ધૃતિ, ક્ષત્તિ, દયા, સુમેધા વગેરે... હાય ! છાશવારે રિસાતી, અકળાતી અને અંતે મરતી પેલા ઈન્દ્રની અપ્સરાઓ ! બિચારો, એના મનામણા આદિમાંથી જ ઊંચો ન
(૨).
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા)
૫૭