________________
સુખને અને દુઃખને સહન કરવાથી, પચાવી લેવાથી આ સમાધાન પ્રાપ્ત થાય છે. પછી એ આત્મા સુખે છકવાની અને દુઃખે ડગવાની અસમાધિ પામતો જ નથી.
(११) रागादिभिः पल्लवितानविद्यासंस्कारसिक्तान् विषयान् विषद्रून् । छेत्तुं क्षमस्तीत्रविचारधारः समाधिरूपः कठिनः कुठारः ।।१२९।। અર્થ : અહો ! કેટલું કાતીલ છે આ વિષયવાસનાનું વૃક્ષ ! ચિત્તપ્રદેશમાં ઊગી પડેલું !
પરપદાર્થના રાગ-દ્વેષના સહકારથી આ વૃક્ષ પલ્લવિત થઈ ગયું અને મોહદશામાં કરેલા કુકર્મોના જે સંસ્કાર પડી ગયા તેના પાણીથી આ ઝાડ સતત સિંચાતું રહ્યું. છે કોઈ તીક્ષ્ણ કુહાડો કે જે એ સર્વઘાતી વૃક્ષને ધારાશાયી કરી નાંખે ?
હા, તીવ્ર શુભ વિચારોના તીક્ષ્ણ ધારવાળો એવો એક કુહાડો આ અધ્યાત્મની દુનિયામાં છે. એનું નામ છે, સમાધિ-કુહાડો. (१२) विना समाधिं परिशीलितेन क्रियाकलापेन न कर्मभङ्गः ।
शक्तिं विना किं समुपाश्रितेन दुर्गेण राज्ञो द्विषतां जयः स्यात् ।। १३० ।। અર્થ : જેના ચિત્તમાં સમાધિરસ સિંચાયો નથી એ આત્મા માત્ર ધર્મક્રિયાઓ કર્યા કરે તો તેથી કાંઈ સર્વકર્મનો ક્ષય થઈ જતો નથી.
એક રાજામાં પોતાનામાં શક્તિ જ ન હોય અને કોઈ શત્રુ ચડી આવતાં તે રાજા ચોફેરથી કિલ્લો બંધ કરીને તેમાં બેસી જાય એટલે શું તે શત્રુ ઉપર વિજય મેળવી લેશે ? ના...ના... સંભવિત જ નથી.
(१३) समाधिशुद्धे हृदये मुनीनां शङ्कादिपङ्काविलता न जातु ।
न मिश्रमोहौघतमिस्रदृष्टिर्न क्वापि मिथ्यात्वपुरीषगन्धः ।।१३१।। અર્થ : ઓ વંદનીય મુનિવરો ! તમે તમારા હૃદયમાં સમાધિભાવની સ્થાપના કરીને એકવાર સુવિશુદ્ધ બની જાઓ. પછી જુઓ મજા.
દ્વત્તા, માન, મોટાઈ દ્વારા કે અપમાન, અજ્ઞાન, અહંતા દ્વારા તમારા જીવનમાં સંભવિત શંકા, કુશંકા, તિરસ્કાર, ધિક્કાર, દર્પ કે કન્દર્પની કાલિમા કદાપિ ઉત્પન્ન નહિ થાય. 1111111111
++++++++++||||||||||||↓↓↓↓↓
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
115511111111+ ૬૧