________________
બીજ : ધર્મરાગ આવી ગયો છે એવું રખે કોઈ માનતા ! ધર્મરાગ તો તે જીવાત્મામાં જીવંત બનીને જીવતો કહેવાય જે જીવાત્માને સદાચારમાં તત્પર એવા સાધુજનોને જોતાં જ અંતરમાં આનંદ આનંદ થઈ જાય. એટલું જ નહિ, એના મોંમાંથી એ સજ્જનો અને સાધુજનો પ્રત્યે અહો ! અહો ! થઈ જાય, મુક્તકંઠે પ્રશંસા થઈ
જાય.
ના, એટલેથી ય એ અટકે નહિ. ધર્મરાગી જીવ એવું સદાચારી જીવન પોતે ક્યારે જીવવા લાગશે ? એની વિચારણા કરતો એવું જીવન જીવવાને તલપાપડ થઈ જાય.
જ્યાં સુધી એવું સદાચાર-પરાયણ જીવન ન જીવાય ત્યાં સુધી એના અંતરમાં કારમું દુઃખ ઘોળાયા જ કરે. આવો હોય ધર્મરાગી જીવ ! આવો હોય ધર્મરાગ ! એ જ છે મોક્ષનું બીજ.
(६) बाह्यान्युदाराणि जिनेन्द्रयात्रास्नात्रादिकर्माण्यत एव भक्त्या । बुधैः समालोककलोकवीजाधानावहत्वादुपवृहितानि ।। ४५ ।। અર્થ : આથી જ હૃદયના ભારે આદર અને ઔદાર્ય સાથે થતી તીર્થયાત્રાઓ, સ્નાત્રમહોત્સવો વગેરે બાહ્ય ધર્મક્રિયાઓને સંતજનોએ, તે જોનારા લોકના હૃદયમાં ભાવીમાં પ્રગટ થનારા જગનું સત્ય દર્શન કરાવતાં સમ્યગ્દર્શનના બીજનું આધાન કરનારી જણાવી છે. હાર્દિક ભક્તિ(ધર્મરાગ)પૂર્વકની ક્રિયાઓ બીજાઓના આત્મામાં સમ્યગ્દર્શનની ઉત્પાદક બને છે માટે તે બાહ્ય ધર્મક્રિયાઓ પણ ખૂબ જરૂરી છે. (७) मोहस्पृशां कुम्भकुटीप्रभातन्यायेन या स्याद्विफला प्रवृत्तिः ।
फलावहां कर्तुमिमां समर्थः सद्ज्ञानभानुः गुरुरेव भानुः ।। ५२ ।। અર્થ : મોહાધીન જીવો બિચારા ધર્મપ્રવૃત્તિમાં ગતિ કરે તો ય પાછા ફરી ફરીને ઠેરના ઠે૨, કેમકે મોહદશાના અઘોર અંધકારમાં સાચો રસ્તો જડતો નથી એટલે જ્યાંથી નીકળ્યા ત્યાં જ પાછા આવે તેમાં શી નવાઈ ? (આને કુંભકુટીન્યાય કહે છે.)
પણ જો સૂર્યનો ઉદય થઈને ચોમેર પ્રકાશ થાય તો તે નિષ્ફળ પ્રવૃત્તિ સ્થગિત થઈ જાય અને સફળતા પ્રાપ્ત થાય.
નનનનન+નનન+નનનન+<1<1+1++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
૫૯