________________
અર્થ : સમાધિમાનું મહાત્માઓને શોકરૂપી શંકુની વ્યથાજનિત આકુળ
વ્યાકુળતા કદી થાય જ નહિ, કેમકે તેઓ સદૈવ એવા ભાવનાજ્ઞાનથી પરિણત હોય છે કે જેના કારણે પુત્ર, પત્ની, ધન, મિત્ર, શરીર અને ઘરથી પોતાની જાતને સદા ભેદના ભાવથી જ નીહાળતા હોય છે. હવે તો પુત્રાદિના મરણાદિમાં તેમને શોક એ અસંભવિત ઘટના જ
બની જાય છે. (२५). इष्टप्रणाशेऽप्यनभीष्टलाभे नित्यस्वभावं नियतिं च जानन् ।
सन्तापमन्तर्न समाधिवृष्टिविध्यातशोकाग्निरुपैति साधुः ।।१४९ ।। અર્થ : આ મુનિરાજે તો સમાધિભાવની ધોધમાર વર્ષા કરીને શોકરૂપી
અગ્નિને સાવ જ ઠારી નાંખ્યો છે. હવે એમના ચિત્તમાં સત્તાપ સંભવે જ ક્યાંથી? રે ! ભલેને કદાચ કોઈ ઈષ્ટ વસ્તુનો નાશ થઈ જાય કે ભલેને કદાચ અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ જાય તો ય શું? આ મહાત્મા તો તેવા સમયે પોતાના નિત્ય સ્વભાવનું અને નિયતિ નામના પદાર્થનું ધ્યાન ધરવા જ પલાઠી મારીને બેસી જાય છે. પછી એમને સન્તાપ ક્યાંથી
સંભવે ? (२६) त्यक्तस्ववर्ग: शरणानपेक्षः क्रूरोपसर्गेऽप्यविलुप्तदृष्टिः ।
समाधितन्त्रोद्धृतशोकशल्यो न ध्यानभङ्गादधृति प्रयाति ।।१५० ।। અર્થ : સ્વજનવર્ગનો પરિત્યાગ કરી ચૂકેલા, કોઈપણ જાતની સહાય કે
શરણની અપેક્ષા વિના-એકલવીર બનીને-ઘોર ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ આંતરદષ્ટિને કદી નહિ મીંચનારા, સમાધિના યન્ત્રથી શોકરૂપી કાંટાને સદા માટે બહાર ખેંચી કાઢનારા હે મુનિરાજ !
આપને ધ્યાનભંગથી પણ અધીરતા ન આવે તેમાં કશી નવાઈ નથી. (२७) गते न शोको न विमृश्यमेष्यच्छुद्धश्च योगः किल वर्तमानः ।
साधोः समाधिः प्रथते यदेदृक् तदास्तु मन्योः क इवावकाशः ।।१५२ ।। અર્થ : વીતી ગએલી વાતનો શોક નથી, આવનારી વાતનો અત્યારથી
વિચાર નથી, વર્તમાન પ્રત્યેક ક્ષણ ચિત્તશુદ્ધિમાંથી પસાર થઈ રહી છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
૬૫