________________
(४९) कथं महत्वाय ममत्वतो वा, सावद्यमिच्छस्यपि संघलोके ।
न हेममय्यप्युदरे हि शस्त्री, क्षिप्तां क्षणोति क्षणतोऽप्यसून् किम् ।। અર્થ : ઓ સાધુ ! તું તારી મહાનતા માટે કે એ સંઘ ઉપરની મમતાથી શા માટે સાવઘને ઈચ્છે છે ? ‘આ મારો સંઘ છે. એને માટે જમવાસૂવાદિની વ્યવસ્થા થવી જ જોઈએ.' આવી સંઘ ઉપરની મમતાથી સાવઘની ઈચ્છા કરવી બરાબર નથી. શું તું નથી જાણતો કે છરી સોનાની બનેલી હોય તો ય પેટમાં મારો તો ક્ષણવારમાં પ્રાણ હરી જ લે છે. એમ સ્વજનાદિ માટે તો સાવઘની ઈચ્છા ન જ કરાય પણ સંઘ પ્રત્યેની મમતાથી પણ સાવઘમાં પડવું સાધુ માટે અનુચિત છે. (५०) रंकः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादाद्गुरो र्वेषंप्राप्य यतेः कथंचन कियच्छास्त्रं पदं कोऽपि च । मौखर्यादिवशीकृतर्जुजनतादानार्चनैर्गर्वभाग् -
आत्मानं गणयन्नरेद्रमिव धिग्गन्ता द्रुतं दुर्गतौ ॥
અર્થ : બિચારો કો'ક ભિખારી ! આમ તો લોકો દ્વારા ધિક્કારને પામતો હતો પણ એકવાર કો'ક ગુરુએ એનો હાથ ઝાલ્યો. અને એ ગુરુની કૃપાથી એ પોતાની હલકી પદવીને છોડીને, સાધુનો વેશ પામીને, કેટલાક શાસ્ત્ર કે પદો ભણી લઈને પોતાની વાક્કળા વગેરેના બળથી ભોળી જનતાને આકર્ષે છે. એ જનતા એને બધું આપે છે, એની પૂજાદિ કરે છે અને એનાથી પેલો ભિખારી સાધુ અભિમાની બની પોતાની જાતને રાજા જેવી માનવા માંડે છે. રે ! ધિક્કાર હો ! બિચારો મરીને દુર્ગતિમાં જશે. (દીક્ષા લેતાં પહેલા તમામે તમામ મુમુક્ષુઓ અપેક્ષાએ ભિખારી જ હતા. ગુરુની કૃપાથી મહાન્ બને છે. પણ પછી ?)
(५१) द्विषस्त्विमे ते विषयप्रमादा असंवृता मानसदेहवाचः ।
असंयमाः सप्तदशापि हास्यादयश्च बिभ्यच्चर नित्यमेभ्यः ।। અર્થ : મુનિ ! તારા શત્રુઓને ઓળખી લે. વિષયસુખો, પ્રમાદ, સ્વચ્છંદી મન-વચન-કાયા, ૧૭ પ્રકારના અસંયમ અને હાસ્યાદિ કષાયો. આ
1111111+++++++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
નનનનન+નનન+1111+II+ન+નનનન+ન
૫૪