________________
અર્થ: તને સુખ કે દુઃખની જે પ્રાપ્તિ થાય છે એ માત્ર મનને જ આધીન છે.
અને મનનો એવો સ્વભાવ છે કે એ જેની સાથે મળે એના જેવું થઈ જાય છે. જો આ જ હકીકત હોય તો પછી તું તારા મનને પ્રમાદરૂપી ચોરો સાથે મેળાપ કરતું અટકાવ. અને સંયમરૂપી મિત્રો સાથે રોજ
એનો મેળાપ કરાવી આપ, જેથી તેને કાયમ માટે સુખની પ્રાપ્તિ થાય. (४३) ध्रुवः प्रमादैभर्ववारिधौ मुने ! तव प्रपात: परमत्सरः पुनः ।
गले निबद्धोशिलोपमोऽस्ति चेत्कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ।। અર્થ: ઓ મુનિ ! એક બાજુ સંયમજીવનમાં ઘોર પ્રમાદોને લીધે સંસાર
સમુદ્રમાં તારું ડુબવું નિશ્ચિત છે. અને તેમ હોવા છતાં બીજી બાજુ તું બીજા સારા સાધુઓ-સાધ્વીઓ વગેરેની ઈર્ષ્યા કરે છે, એમના ઉપર ક્રોધ કરે છે. આ તો ડુબતી વખતે ગળા ઉપર ભારે પત્થર બાંધવા જેવું છે. શી રીતે તું સંસારસમુદ્રમાંથી પાછો બહાર નીકળીશ ? (આશય એ છે કે માત્ર પોતાના પ્રમાદના કારણે સંસારમાં ડુબનારા તો હજી પાછા બહાર આવીને તરી જાય છે. પણ પ્રમાદ સાથે
સુસાધુઓની ઈર્ષ્યા, ક્રોધાદિ પણ જોડાય તો પછી ખેલ ખલાસ છે !) (४४) महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यदि निर्जरार्थम् ।
कष्टं प्रसंगागतमप्यणीयोऽपीच्छन् शिवं किं सहसे न भिक्षो !।। અર્થ : રે ! વર્તમાનકાળમાં પણ કેટલાક મહાત્માઓ કર્મનિર્જરા મેળવવા
માટે સામે ચાલીને ભયંકર ગરમી, ઠંડી વગેરે પરીષહોને ઊભા કરીને સુખેથી સહન કરે છે. ઓ મુનિ ! હું તને એમ કરવાનું તો નહિ કહું પણ તારા જીવનમાં સામેથી જ કોઈક નાના નાના દુઃખો, કષ્ટો, તકલીફો આવી પડે તો એટલું તો સહન કર. ઓ મુમુક્ષુ ! આટલું સહન કરવાની પણ તું શા માટે ના પાડે છે ? (વિહારમાં માર્ગ ભૂલ્યા, પાણી ગરમ વાપરવું પડ્યું, ગોચરી અનુકૂળ ન મળી
વગેરે....) (४५) यो दानमानस्तुतिवंदनाभिर्न मोदतेऽन्यैर्न तु दुर्मनायते ।
अलाभलाभादिपरिषहान् सहन् यतिः स तत्त्वादपरो विडंबकः ।।
૫૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨