________________
અર્થ : તું કદાચ બચાવ કરે કે,‘આ માસક્ષમણ, ઓળી વગેરે મોટા તપો,
કલાકો સુધીના એક બેઠકના ધ્યાનો, ઘોર બાવીસ પરીષહો એ બધું તો પ્રચંડ સત્વ હોય તો જ કરી શકાય, સહી શકાય. મારી પાસે એવું કોઈ સત્વ નથી.’ તો મારે કહેવું છે કે ભલે તું આ બધું કરવા સમર્થ ન બને. પણ જે વસ્તુઓ માત્ર મનથી જ સાધ્ય છે, જેમાં સત્વની જરૂર નથી એવી બાર ભાવનાઓ, મહાવ્રતની ૨૫ ભાવનાઓ, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ આટલું તો તું કરી શકે ને ? ઓ મુમુક્ષુ ! બોલ, આ કેમ નથી કરતો ?
(४०) अनित्यताद्या भज भावनाः सदा, यतस्व दुःसाध्यगुणेऽपि संयमे । जिघत्सया ते त्वरते ह्ययं यमः, श्रयन् प्रमादान्न भवाद्विभेषि किम् ।। અર્થ : ઓ મુનિ ! તું સદા અનિત્યતાની ભાવના ભાવ. જે સંયમમાં મૂલગુણો અને ઉત્તરગુણો સાધવા ખૂબ અઘરા છે એમાં પણ તું બરાબર પ્રયત્ન કર, કેમકે આ યમરાજ તને ખાઈ જવા માટે ખૂબ ઉતાવળો થયો છે. માટે જ જ્યારે તું પ્રમાદનો આશરો લે ત્યારે તું સંસારના ભયથી ગભરાતો કેમ નથી ? પ્રમાદ કરતા તને ધ્રુજારી કેમ નથી થતી ?
(४१) हतं मनस्ते कुविकल्पजालैर्वचोऽप्यवद्यैश्च वपुः प्रमादैः ।
लब्धीश्च सिद्धीश्च तथापि वांछन् मनोरथैरेव हहा हतोऽसि ।। અર્થ : ગુરુદ્રોહ, કુવાસનાઓ વગેરે કુવિકલ્પોના ઢગલાઓ વડે તારું પવિત્ર મન આજે તો ખતમ થઈ ગયું છે. કડવા ઝેર જેવા વચનો બોલીને તારી જીભ પણ ખલાસ થઈ ગઈ છે. અને ડગલે ને પગલે પ્રમાદ કરીને તારું શરીર પણ અત્યંત ભ્રષ્ટ બન્યું છે અને છતાં આશ્ચર્ય છે કે તું ‘અવનવી લબ્ધિઓ અને સિદ્ધિઓ મળશે' એની વાટ જોઈ રહ્યો છે. ઓ મૂર્ખ ! આવા ફોગટના મનોરથો વડે જ તારું સત્યાનાશ નીકળી ગયું છે.
(४२) मनोवशस्ते सुखदुःखसंगमो मनो मिलेयैस्तु तदात्मकं भवेत् । प्रमादचोरैरिति वार्यतां मिलच्छीलांगमित्रैरनुषंजयानिशम् ।।
*****************************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૫૧