________________
સર્વનાશ થતો હોય તો પછી શું તને ઈષ્ટ ન મળ્યું? બધું જ મળી ગયું. (ગુરુઓ, વડીલોના આદેશો, આજ્ઞાઓ મન માને કે ન માને,
સહર્ષ સ્વીકારી અમલ કરવો એ નિયંત્રણાનો સ્વીકાર ગણાય.) (३६) त्यज स्पृहां स्वाशिवशर्मलाभे, स्वीकृत्य तिर्यङ्नरकादिदुःखम् ।
सुखाणुभिश्चेद्विषयादिजातैः, संतोष्यसे संयमकष्टभीरः ।। અર્થ : ઓ ભિક્ષુ ! તું તો સંયમજીવનના કષ્ટોથી ખૂબ ગભરાય છે. અને
ખાવા-પીવા-ઓઢવા-જોવાદિના થોડાક સુખો મળે છે એમાં તો તું રાજી રાજી થાય છે. જો તારી આવી જ હાલત હોય તો પછી તું પરલોકમાં સ્વર્ગ કે મોક્ષના સુખોની પ્રાપ્તિ થશે એવી આશા જ છોડી દે. અત્યારથી તૈયારી કરી લે કે તને તિર્યંચ અને નરકના દુઃખો જ
મળવાના છે. (३७) समग्रचिंतातिहतेरिहापि, यस्मिन्सुखं स्यात्परमं रतानाम् ।
परत्र चन्द्रादिमहोदयश्रीः, प्रमाद्यसीहापि कथं चरित्रे ।। અર્થ : ઓ મુગ્ધ! જેઓ આ સંયમજીવનમાં ખૂબ લીન બની જાય છે તેઓને -
તો તમામ ચિતાઓ અને દુઃખો દૂર થઈ જવાથી આ લોકમાં પણ પરમ આનંદ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં ઈન્દ્ર, સામાનિક વગેરેની ઉત્કૃષ્ટ લક્ષ્મીઓ પ્રાપ્ત થાય છે. આવા ઉત્કૃષ્ટ ચારિત્રમાં
પણ તું પ્રમાદ કેમ કરે છે? એ મને સમજાતું નથી. (३८) न च राजभयं न च चोरभयं न च वृत्तिभयं न वियोगभयम् ।
इहलोकसुखं परलोकसुखं श्रमणत्वमिदं रमणीयतरम् ।। અર્થ : રે ! આ સાધુપણું તો ખરેખર ખૂબ જ રમણીય છે. અહીં કોઈ
રાજાઓનો-રાજકારણનો ભય નથી. અહીં ચોરોથી લુંટાઈ જવાની ચિંતા નથી. અહીં “આજીવિકા શી રીતે ચલાવવી” એની ફિકર નથી. અહીં સ્વજનાદિ જ ન હોવાથી વિયોગનો ય ભય નથી. અહીં તો આ
લોકમાં પણ સુખ છે અને પરલોકમાં પણ સુખ છે. (३९) महातपोध्यानपरीषहादि न सत्त्वसाध्यं यदि धर्तुमीश: ।
तद्भावनाः किं समितीश्च गुप्तीर्धत्से शिवार्थिन्न मनःप्रसाध्याः ।।
###############+++++++++++++++++
+++++++++++++++
########### ૫૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨