________________
જેટલા છે. આ બે વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. બે સાથે રહી ન શકે. પ્રમાદજન્ય તુચ્છ સુખો રહે તો સ્વર્ગાદિ સુખો ન મળે. અને જો સ્વર્ગાદિ સુખો જોઈતા હોય તો પ્રમાદજન્ય તુચ્છ સુખો છોડવા જ
પડે. તારી સમજણ પ્રમાણે બેમાંથી એકનો સ્વીકાર કર. (३३) नियंत्रणा या चरणेऽत्र तिर्यस्त्रीगर्भकुंभीनरकेषु या च ।
तयोमिथः सप्रतिपक्षभावाद्विशेषदृष्ट्यान्यतरां गृहाण ।। અર્થ: આ સંયમજીવનમાં તારે ગુરુના, વડીલોના નિયંત્રણો સહેવા પડે છે.
તો બીજી બાજુ તિર્યંચ ગતિમાં અને સ્ત્રીઓના ગર્ભમાં અને નારકની કુંભીઓમાં જે પરવશતા છે, જે નિયંત્રણા છે એ પણ કંઈ ઓછી નથી. આ બે નિયંત્રણાઓ વચ્ચે પણ કટ્ટર શત્રુતા છે. જે સંયમજીવનની નિયંત્રણ સ્વીકારે તેને દુર્ગતિઓની નિયંત્રણા સહેવાનો વખત ન આવે અને જે સંયમજીવનની નિયંત્રણા ન સ્વીકારે તેણે દુર્ગતિઓની નિયંત્રણા સહેવી જ પડે. તારી બુદ્ધિનો
ઉપયોગ કરી બેમાંથી એક નિયંત્રણાને સ્વીકાર. (३४) सह तपोयमसंयमयंत्रणां, स्ववशतासहने हि गुणो महान् ।
परवशस्त्वति भूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कंचन ।। અર્થ : ઓ મુનિવર ! તારા ઉપરના અપાર વાત્સલ્યથી શિખામણ આપું છું
કે તું આ તપ, મહાવ્રતો, સંયમ અંગેની નિયંત્રણાઓને સહન કર. જો તું તારી જાતે, ઈચ્છાથી આ બધું સહન કરીશ તો ખૂબ જ લાભ થશે. બાકી, અહીં આ નિયંત્રણાઓને નહિ સહે તો દુર્ગતિઓમાં આના કરતા અનંતગુણી નિયંત્રણાઓ-પરવશતા તારે સહન કરવી
જ પડશે. પણ ત્યાં એનો કોઈ પણ ફાયદો નહિ મળે. (३५) अणीयसा साम्यनियंत्रणाभुवा मुनेऽत्र कष्टेन चरित्रजेन च ।।
यदि क्षयो दुर्गतिगर्भवासगाऽसुखावलेस्तत्किमवापि नार्थितम् ।। અર્થ : ઓ સાધુ! સમતાપૂર્વક નિયંત્રણાઓ સહન કરવામાં જે કષ્ટ છે અને
ચારિત્રપાલનમાં પણ જે કંઈ કષ્ટ છે તે ખૂબ જ અલ્પ છે. એટલા માત્રથી જો દુર્ગતિઓ, ગર્ભાવાસ વગેરે દુઃખોની પરંપરાઓનો
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૪૯