________________
(२६) रक्षार्थं खलु संयमस्य गदिता येऽर्था यतिनां जिनै र्वास: पुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः । मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक् । स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यद्दुष्प्रयुक्तं भवेत् ।। અર્થ : સંયમધર્મના પાલનમાં ઉપકારી એવા વસ્ત્ર, પુસ્તક, પાત્રાદિ ઉપકરણો તીર્થંકરોએ સંયમની રક્ષા માટે જ કહેલા છે. પણ મોહનીયકર્મને પરવશ બની જે સાધુ એ ઉપકરણોમાં જ મૂર્છા કરે એ કુબુદ્ધિવાળા માટે તો એ જ ઉપકરણો સંસારમાં પાડનારા બને છે. ખરેખર, મૂર્ખ માણસોને તલવાર ચલાવતા ન આવડતી હોવાથી બિચારાઓ એવી રીતે તલવાર ચલાવે કે એનાથી પોતે જ કપાઈ જાય. આ સાધુઓની પણ આ જ દશા નથી શું ?
(२७) संयमोपकरणच्छलात् परान्भारयन् यदसि पुस्तकादिभिः । गोखरोष्ट्रमहिषादिरूपभृत्तच्चिरं त्वमपि भारयिष्यसे ।।
:
અર્થ : ‘આ મારો ઘડો, મારા સંયમના ઉપકરણો, મારા સ્વાધ્યાય માટેના પુસ્તકો ઉંચકવા માટે કોઈક માણસ વિહારમાં રાખવો પડશે' એમ કહીને તારી બધી ઉપધિ કો'ક મજુર પાસે સાઈકલ ઉપર ઉંચકાવે છે. પણ ઓ મુનિ ! ભલે અત્યારે તું બીજા પાસે સંયમના ઉપકરણોના બહાના કાઢી ઉપધિ ઉંચકાવે. યાદ રાખ, એ સમય દૂર નથી કે તું પણ ગાય, ગધેડો, ઊંટ, પાડો વગેરે બની દીર્ઘકાળ સુધી ભાર ઉપાડતો હોઈશ.
(२८) वस्त्रपात्रतनुपुस्तकादिनः शोभया न खलु संयमस्य सा । आदिमा च ददते भवं परा मुक्तिमाश्रय तदिच्छयैकिकाम् ।। અર્થ : ઓ અણગાર ! આ ધોળા વસ્ત્રો, આકર્ષક પાત્રાઓ, કિંમતી પુસ્તકાદિની શોભાથી કંઈ સંયમની શોભા નથી. સંયમ આ બધાથી નથી શોભતું. આ ઉપકરણોની શોભા એ સંસારદાયક છે, જ્યારે વિશુદ્ધ આચારરૂપી સંયમની શોભા એ મોક્ષ આપે છે. હવે તારી ઈચ્છા પ્રમાણે બેમાંથી કોઈપણ એક શોભાને સ્વીકાર.
++++++++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
+++++++++++++++++++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૪૭