________________
કે તને બધું જ આપે છે. તારું સન્માન કરે છે, તારી સ્તવના કરે છે, તને વંદન કરે છે. ઓ મુનિ ! તું એમાં ખૂબ આનંદ પામે છે. પણ તું એ નથી જાણતો કે તારી પાસે જે કંઈ પુણ્યનો, સુકૃતનો અંશ બાકી છે એ પણ તારા આ ભક્તો વડે લુંટાઈ રહ્યો છે. (ભક્તોની ભક્તિ લેવામાં પુણ્ય ખલાસ થઈ જાય.)
(२१) भवेद् गुणी मुग्धकृतैर्न हि स्तवैर्न ख्यातिदानार्चनवंदनादिभिः । विना गुणान्नो भवदुःखसंक्षयस्ततो गुणानर्जय किं स्तवादिभिः ।। અર્થ : ‘ઓ સાધુઓ ! તમે તો ખૂબ તપસ્વી, સ્વાધ્યાયી, સંયમી, ગુરુભક્ત, પરિણતિધર છો.' આવી ભોળા લોકોએ કરેલી પ્રશંસા માત્રથી કંઈ સાધુ એ બધા ગુણોવાળો બની નથી જતો. એ ભોળાઓમાં પ્રસરેલી ખ્યાતિ, એમના દ્વારા સાધુઓને અપાતું દાન, પૂજા, વંદનાદિ વડે પણ સાધુ ગુણવાન્ ન બની જાય. અને જો ગુણો ન હોય તો પછી સંસારના દુઃખોનો ક્ષય ન જ થાય. માટે મુનિવર! તમે ગુણોને મેળવો. આ ફોગટની પ્રશંસાદિ વડે શું કામ છે ?
(२२) अध्येषि शास्त्रं सदसद्विचित्रालापादिभिस्ताम्यसि वा समायैः । येषां जनानामिह रंजनाय भवांतरे ते क्व मुने ! क्व च त्वम् ।। અર્થ : વાહ ! તું જે લોકોને ખુશ કરવા માટે સારા શાસ્ત્રો અને મેગેઝીન, પેપર વગેરે ખરાબ વસ્તુઓનું અધ્યયન કરે છે. વળી, એ જ લોકોને ખુશ કરવા માટે માયાપૂર્વક જાતજાતની વાતો કરી ફોગટ જ દુ:ખી થાય છે. પણ મુનિ ! ભવાંતરમાં બિચારા એ લોકો ય ક્યાં જશે ? અને તું ક્યાં જશે ? એ મને સમજાતું નથી.
(२३) परिग्रहं चेद् व्यजहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेर्गरोऽपि. नामांतरतोऽपि हन्ता ।। અર્થ : જો તેં ઘર, ધન, સ્ત્રી, પુત્રાદિ તમામ વસ્તુનો પરિગ્રહ છોડી જ દીધો છે તો પછી હવે ‘આ મારા ધર્મોપકરણો છે, મારા સંયમજીવન માટે ઉપયોગી છે’ એવા બહાના હેઠળ ઉપાશ્રયો, ઉપધિ, પુસ્તકો વગેરેનો પરિગ્રહ શા માટે કરે છે ? જેમ સ્ત્રી, ધન, ઘર એ બધું
111111111111 -1-Illllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૪૫