________________
હૃદયમાં સમાતો નથી. આ મૂરખ ! એ અહંકારથી કદઈના પામેલો તું યશ-કીર્તિની ભૂખ રાખીને ફોગટ શા માટે દુઃખી થાય છે? તને
ધિક્કાર હો ! (१७) हीनोऽप्यरे भाग्यगुणैर्मुधात्मन् वाञ्छंस्तवार्चाद्यनवाप्नुवंश्च ।
ईर्ण्यन् परेभ्यो लभसेऽतितापमिहापि याता कुगति परत्र ।। અર્થ: એક બાજુ તું ભાગ્યથી હીન છે અને પુણ્ય ન હોવા છતાં તું તારી
પૂજા, યશ, કીર્તિને ઈચ્છે છે. પણ પુણ્ય ન હોવાથી એ કંઈ તને મળતું નથી. એટલે જ બીજા પુણ્યશાળીઓને આ બધું મળતું જોઈ તું તેમની ઈર્ષ્યા કરે છે. એ ઈર્ષાની આગમાં તું આ ભવમાં પુષ્કળ
સંતાપ પામે છે અને પરલોકમાં તું દુર્ગતિગામી બનીશ. (૧૮). गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिप्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि ।
लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिर्विना ततस्ते भविता न निष्क्रयः ।। અર્થ: હે મુનિ ! તું સાધુપણાના ગુણો તો ધારણ કરતો નથી અને મસ્ત
બનીને લોકો પાસેથી નમસ્કાર, પ્રશંસા, પાત્રા, ઉપધિ વગેરેની ઈચ્છા રાખે છે, સ્વીકારે છે. પણ યાદ રાખજે કે પાડા, ગાય, ઘોડા, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વિના તું તે દેવામાંથી છુટો થઈ શકીશ
નહિ. (१९) गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः प्रगीयसे यैरपि वंद्यसेऽय॑से ।
जुगुप्सितां प्रेत्य गतिं गतोऽपि तैर्हसिष्यसे चाभिभविष्यसेऽपि वा ।। અર્થ : ઓ મુનિ ! જો તું સંયમજીવનના ગુણોમાં ઉદ્યમ નહિ કરે તો આજે
જે લોકો તારા ગુણ-ગાન કરે છે, જેઓ તને વંદન કરે છે, તારી પૂજા કરે છે. પરલોકમાં અત્યંત નિંદનીય એવી તિર્યંચ, ચંડાલ, ભિખારી વગેરે ગતિમાં પહોંચેલા તારી એ જ લોકો પછી મશ્કરી કરશે, તને
હડધૂત કરશે, ધિક્કારશે. (૨૦) તાનમાનનુરિવંદનાપરવરે નિવૃત્તિનિર્તને !
___ न त्ववैषि सुकृतस्य चेल्लवः कोऽपि सोऽपि तव लुट्यते हि तैः ।। અર્થ : ભોળા લોકો તારા કપટથી એવા તો તારા ઉપર અનુરાગી બન્યા છે
+
++++
+++
++++++++
+++++
+++++
+++++++
+++++ ४४
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨