________________
નથી. તારું શું થશે? (१३) आराधितो वा गुणवान् स्वयं तरन्, भवाब्धिमस्मानपि तारयिष्यति ।
श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण !।। અર્થ : “આ સાધુઓ બ્રહ્મચર્યાદિ વિશિષ્ટ ગુણોવાળા છે. એમની સેવા
વૈયાવચ્ચ-ભક્તિ કરશું તો એ સાધુઓ પોતે તો સંસારસાગરને તરશે, સાથે આપણને પણ તારશે.” આવા કોઈ સુંદર વિચારથી લોકો પુષ્કળ ભક્તિભાવથી તારા શરણે આવે છે. પણ ઓ નિર્ગુણ! સાધુવેષમાત્રધારી! તું જ કહે કે તને અને તારા શરણે આવેલા તારા
એ ભક્તોને શું ફળ મળશે? (१४) स्वयं प्रमादैनिपतन भवांबुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि ।
प्रतारयन् स्वार्थमृजून शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ।। અર્થ : અરે, સાધુ! તું જાતે જ સેંકડો પ્રમાદો દ્વારા સંસારસમુદ્રમાં ડુબી રહ્યો
છે. તું વળી તારા ભક્તોને શી રીતે તારશે? માત્ર તારા સ્વાર્થ ખાતર એ બિચારા મોક્ષાર્થી, સરળ શ્રાવકોને તું શા માટે ઠગે છે? તારા પ્રમાદના પાપો અને તારા આ બીજાને ઠગવાના પાપો, બે ય પાપો
વડે તારી ભૂંડી હાલત થશે. (१५) गृह्णासि शय्याहृतिपुस्तकोपधीन् सदा परेभ्यस्तपसस्त्वियं स्थितिः ।
तत्ते प्रमादाभरितात्प्रतिग्रहैर्ऋणार्णमग्नस्य परत्र का गतिः ।। અર્થ: તું શ્રાવકો વગેરે પાસેથી ઉપાશ્રય, પાટ, સામેથી લાવેલી વસ્તુઓ,
પુસ્તકો, ઉપધિ વગેરે બધું જ ગ્રહણ કરે છે. પણ બીજી બાજુ તારા તપની તો આ સ્થિતિ છે. (અર્થાત્ તું તો એકદમ પ્રમાદી છે.) ઓ મુનિ! આ બધું લઈને તું એ બધાના ઋણમાં ખુંપ્યો છે. એમ છતાં
હવે જો તું પ્રમાદ કરશે તો એનાથી તારી પરલોકમાં કઈ ગતિ થશે? (१६) न काऽपि सिद्धिर्न च तेऽतिशायि, मुने ! क्रियायोगतप:श्रुतादि ।
तथाप्यहंकारकदर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ् मुधा किम् ।। અર્થ : તારી પાસે એવી કોઈ સિદ્ધિ નથી. તારી પાસે કોઈ વિશિષ્ટ ક્રિયા,
યોગ, તપ કે જ્ઞાન વગેરે પણ નથી તો ય તારો અહંકાર તારા
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૪3