________________
પરિગ્રહ છે તેમ આ ઉપાશ્રયાદિ પણ પરિગ્રહ છે. તું એ પુસ્તક, વધારાની ઉપધિ વગેરેને “ધર્મોપકરણ” નામ આપે એનાથી કંઈ ફર્ક ન પડે. ખરા ઝેરને અમૃત નામથી ઓળખીએ તો ય એ તો મારક જ
બને. (२४) परिग्रहात् स्वीकृतधर्मसाधनाभिधानमात्रात्किमु मूढ ! तुष्यसि ।
___ न वेत्सि हेम्नाप्यतिभारिता तरी निमज्जयत्यंगिनमंबुधौ द्रुतम् ।। અર્થ : તું ઉપધિ, પુસ્તકો, ફલેટો, ઉપાશ્રયો વગેરેનો પરિગ્રહ કરીને પછી
માત્ર એમને ધર્મના સાધનો એ નામ આપીને ખુશ થાય છે. પણ રે મૂઢ ! તું શા માટે ખુશ થાય છે ? તને ખબર નથી કે હોડી જેમ લોખંડનો ઘણો બધો ભાર વધવાથી પોતાનામાં બેઠેલાને ડુબાડે એમ એ જ હોડી સોનાનો ઘણો બધો ભાર વધવાથી પણ પોતાનામાં બેઠેલા જીવને ડુબાડે જ. વજન સોનાનું હોવા માત્રથી કંઈ ડુબતા બચી જવાતું નથી. એમ સ્ત્રી, ધન વગેરેનો પરિગ્રહ લોખંડ જેવો છે, એ તો ડુબાડે જ છે. પણ સોના જેવા ધર્મસાધનોનો પરિગ્રહ પણ
સંસારસમુદ્રમાં ડુબાડે. (२५) येऽहः कषायकलिकर्मनिबंधभाजनं स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः ।
तेषां रसायनवरैरपि सर्पदामयैराात्मनां गदहृतेः सुखकृत्तु किं भवेत् ।। અર્થ : જે સાધુઓ ધર્મસાધન તરીકે ઈચ્છાયેલા એવા પુસ્તક, ઉપાશ્રયાદિના
કારણે જ જીવહિંસાદિ પાપ, ક્રોધાદિ કષાયો, ઝઘડાઓ, અશુભ કર્મોના બંધનું ભોજન બનતા હોય તેઓની તો ઘણી કફોડી સ્થિતિ કહેવાય. આ સાધુઓ તો એવા રોગી છે કે જે રોગી રોગ મટાડવાના જે જે ઉત્કૃષ્ટ રસાયણો લે છે એ રસાયણો વડે જ એનામાં વધુ ને વધુ રોગ વધે છે, વકરે છે અને એનાથી એ રોગી વધુ ને વધુ દુઃખી થાય છે. એમ હિંસાદિ પાપો, કષાયો, ઝઘડાઓ અને અશુભ કર્મો રૂપી રોગોને નાશ કરવા માટે જે ધર્મોપકરણો છે એ જ ધર્મોપકરણો આ સાધુઓમાં એ બધું વધારી દેવાનું કામ કરે છે. તો હવે આ રોગીના રોગને કોણ કરે? અને કોણ એ સાધુને-રોગીને સુખકારી બનાવે ?
૪૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨