________________
અર્થ: ખરો અણગાર તો એ કહેવાય કે જે લોકો તરફથી મળતા ભોજનાદિ,
માન, સ્તુતિ, વંદન વગેરે દ્વારા આનંદ ન પામે અને અપમાન, નિંદા, તિરસ્કારાદિથી ખેદ પણ ન પામે. ઈચ્છા પ્રમાણે ગોચરી વગેરે મળે કે ન મળે તો પણ જે ચલાવી લે, પરિષહોને સહન કરે. આ સિવાયના વેષધારીઓ તો માત્ર વિડંબક-નાટકીયા-ભવાયાઓ
જ છે.
(४६) दधद्गृहस्थेषु ममत्वबुद्धिं तदीयतप्त्या परितप्यमानः ।
अनिवृत्तांतःकरणः सदा स्वैस्तेषां च पापैर्धमिता भवेऽसि ।। અર્થ : જે સાધુ ગૃહસ્થોને વિશે મમતા કરે, ભક્તોમાં લપેટાય, ગૃહસ્થો,
ભક્તોની ચિંતાથી પોતે દુઃખી થાય તે સાધુ એ બધાથી મન પાછું ન વળવાથી, કાયમ માટે એમાં જ મન ચોંટેલું રહેવાથી આ ગૃહસ્થોના અને પોતાના બે ય ના પાપો વડે સંસારમાં દીર્ઘકાળ
ભટકનાર બને છે. (४७) त्यक्त्वा गृहं स्वं परगेहचिंतातप्तस्य को नाम गुणस्तवर्षे !।
आजीविकास्ते यतिवेषतोऽत्र सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा ।। અર્થ : ઓ મૂઢ ! તું તારું પોતાનું ઘર છોડી દીધા બાદ હવે પારકાના ઘરની
ચિંતાઓ કર્યા કરે છે તો એમાં તને શું ફાયદો? હા, એટલું ખરું કે આમ કરવાથી આ સાધુવેષ દ્વારા આ ભવમાં તારી આજીવિકા સારી રીતે ચાલશે. પણ સાથે એ પણ સમજી લે કે પરલોકમાં તને દુર્ગતિમાં
જતા કોઈ નહિ અટકાવી શકે.' (४८) कुर्वे न सावधमिति प्रतिज्ञा, वदन्नकुर्वन्नपि देहमात्रात् ।
शय्यादिकृत्येषु नुदन् गृहस्थान्, हृदा गिरा वाऽसि कथं मुमुक्षुः ।। અર્થ: ‘હું સાવદ્ય ક્રિયાઓ નહિ કરું.” એ પ્રતિજ્ઞા તું રોજ કરે છે. અને
ખરેખર તું આ શરીર દ્વારા તો સાવદ્ય ક્રિયા નથી જ કરતો. પણ એથી શું? એ જ ઉપાશ્રયો બંધાવવા, સંથારો પાથરવો, ગોચરી બનાવડાવવી વગેરે સાવદ્ય ક્રિયાઓમાં ગૃહસ્થોને વાણી દ્વારા સૂચન કરે જ છે. અને મનથી તો તું ય એ બધી સાવઘક્રિયા કરે જ છે. હવે
મારે તને શી રીતે મુમુક્ષુ માનવો? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૫૩