________________
(७) गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान् ।
विना गुणान् वेषमृषेर्बिभर्षि चेत्, ततष्ठकानां तव भाविनी गतिः । । અર્થ : ઓ મુનિ ! લોકો તો એમ જ સમજે છે કે, ‘તું બ્રહ્મચારી, અનાસક્ત, કદી ય ક્રોધ ન કરનારો, તપસ્વી, ગુરુભક્ત છે, તારામાં આ ગુણોની કલ્પના કરીને જ લોકો તને નમે છે. તને મફતમાં ઉપધિ, ઉપાશ્રય, ગોચરી, શિષ્યો આપી દે છે, પણ હવે અંદરની હકીકત તો બોલ. જો તું આવા કોઈ ગુણોનો સ્વામી ન હોય અને ગુણો વિના જ સાધુવેષ પકડી રાખ્યો હોય તો પછી પેલા ઠગારાઓની જે ગતિ થાય તેવી જ તારી પણ ગતિ થશે. नाजीविकाप्रणयिनीतनयादिचिंता नो राजभीश्च भगवत्समयं च वेत्सि । शुद्धे तथापि चरणे यतसे न भिक्षो ! तत्ते परिग्रहभरो नरकार्थमेव ।। અર્થ : ભિક્ષુ ! તને આજીવિકાની, ઘરે છોડી મુકેલી પત્નીની કે પુત્રાદિની કોઈ જ ચિન્તા નથી. તને કોઈ રાજાદિ તરફથી ભય નથી. તું પરમાત્માના શાસ્ત્રને સારી રીતે જાણે છે. આ બધું હોવા છતાં પણ જો તું વિશુદ્ધ ચારિત્રમાં પ્રયત્ન નહિ કરે, પ્રમાદી-શિથિલ બનીશ તો પછી આ તારો પાત્રા, ઉપધિ વગેરે રૂપ બધો પરિગ્રહનો ભાર નરકગતિ જ અપાવશે.
(૮)
शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि गृहिणीपुत्रादिबंधोज्झितोऽ प्यंगी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित्परा दुष्टता ।
बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ।। અર્થ : શાસ્ત્રનો શાતા, પંચમહાવ્રતધારી, સ્ત્રી-પુત્રાદિના બંધનથી મુક્ત એવો પણ જીવ જો માત્ર પ્રમાદને પરવશ બની પરલોકના સુખને માટે સંયમજીવનમાં યત્ન ન કરે તો એમાં એ જીવનો કોઈ દોષ નથી. એ તો પેલા ત્રણલોકવિજેતા, આ જીવના કટ્ટર શત્રુ મોહરાજની જ કોઈક જોરદાર દુષ્ટતા છે. માટે જ આ જીવ સંયમમાં યત્ન નથી કરતો. અથવા તો પછી એમ માનવું પડે કે આ સાધુ નક્કી નરકનું
(૬)
1111111111-111111111111111-1111-1-H+*
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૪૧