________________
આયુષ્ય બાંધી ચૂક્યો હોવાથી દુર્ગતિમાં જ જવાનો છે. અને માટે જ
આ નરપશુ સંયમજીવનમાં યત્ન કરતો નથી. (१०) उच्चारयस्यनुदिनं न करोमि सर्वं, सावद्यमित्यसकृदेतदथ करोषि ।
नित्यं मृषोक्तिजिनवंचनभारितात्तत्, सावद्यतो नरकमेव विभावये ते ।। અર્થ : રોજ દિવસમાં નવ વાર તું કરેમિભંતે સૂત્ર બોલે છે. અને એમાં બોલે
છે કે, “હું સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ કરું છું. એક પણ પાપ મન, વચન કે કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ અને અનુમોદીશ પણ નહિ.” પણ રે ધૂર્ત ! તું રોજેરોજ અનેકવાર ઢગલાબંધ જાતજાતની ભૂલો-સાવદ્યોને તો કરે જ છે. રે ! મને તો લાગે છે કે આ રોજેરોજ ખુલ્લેઆમ ૯-૯ વાર મૃષાવાદ બોલવાથી અને એના દ્વારા
તીર્થકરોને ઠગવાના ભારથી તારી નરક જ થશે. (११) वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः ।
भुक्षे च शेषे च सुखं विचेष्टसे, भवांतरे ज्ञास्यसि तत्फलं पुनः ।। અર્થ : બિચારા આજના સરળ, ભોળા લોકો ! તારો સાધુવેષ, તારા સુંદર
ઉપદેશવચનો વગેરે રૂપ કપટથી ઠગાઈ જાય છે. અને તને મહાન્ માની બધી ઈષ્ટ વસ્તુઓ વહોરાવે છે. તું એ બધા માલ-મલીદાને આનંદથી ખાય છે, ઉંઘે છે, સુખશીલ બનીને રહે છે. પણ રે મુનિ! કર્મસત્તા કોઈને માફી આપતી નથી. આજે તારે જેટલા જલસા કરવા હોય એટલા કરી લે. ભવાંતરમાં તને તારા આ પાપોના ભયાનક
ફળોની ખબર પડશે. (१२) आजीविकादिविविधार्तिभृशानिशार्ताः कृच्छ्रेण केऽपि महतैव सृजन्ति धर्मान् ।
तेभ्योऽपि निर्दय ! जिघृक्षसि सर्वमिष्टं नो संयमे च यतसे भविता कथं ही ।। અર્થ : આજના ઉત્તમ શ્રાવકો ! પોતાના ધંધા-પાણી, જીવનનિર્વાહ, પુત્ર
પત્ની વગેરેના પ્રશ્નો વગેરે જાતજાતની ઉપાધિઓથી સતત, પુષ્કળ દુઃખી થાય છે. આમ હોવા છતાં તે કેટલાક શ્રાવકો મહામુશ્કેલીએ પણ ધર્મની આરાધના કરે છે. અને નિર્દય ! તું એવા ઉત્તમ શ્રાવકો પાસેથી પણ તારી બધી જ ઈષ્ટ વસ્તુઓ લેવા ઈચ્છે છે. એમ કરે તો ય વાંધો નહિ. પણ તું પાછો સંયમપાલનમાં તો કોઈ યત્ન કરતો
૪૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨