________________
અર્થ : ઓ શાસનશણગાર ! તારી પાસે ચારિત્ર તો નથી અને છતાં તું માત્ર સાધુવેષ ધારણ કરીને ‘હું સાધુ છું! એવો અહંકાર કરે છે અને લોકો પાસેથી પૂજા, વંદન, સત્કાર વગેરેની અપેક્ષા રાખે છે. લોકો તને ભાવથી ઘણી ઉધિ વહોરાવે, ઘણી ગોચરી વહોરાવે એવી અપેક્ષા રાખે છે. પણ તને ખબર છે કે આ રીતે મુગ્ધ જીવોને ઠગવા દ્વારા તો નરકભવની જ પ્રાપ્તિ થાય. તું પણ નક્કી નરકમાં જનાર છે. જેમ કસાઈ બકરીને કાપવા છરી શોધવા ગયો. આ બાજુ બકરીએ જ પગથી ધરતી ખુંદી અને ધૂળમાં પડેલી છરી બહાર કાઢી. બકરી એને પાછી દાટે છે. અને પેલો કસાઈ એ છરી જોઈ ન જાય એ માટે પોતાનું ડોકું એ છરી ઉપર મૂકે છે. બિચારી, એમ કરવા જતાં છરીથી ધોરી નસ કપાઈ અને મરી ગઈ. એમ તું પણ તારી જાતે જ મરી રહ્યો છે. (५) जानेऽस्ति संयमतपोभिरमीभिरात्मन्नस्य प्रतिग्रहभरस्य न निष्क्रयोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते सौख्यं च दास्यति परत्र किमित्यवेहि ।। : સાધુ ! મને તો એવું લાગે છે કે તું અત્યારે જે કંઈ તપ અને સંયમનું આચરણ કરે છે એ એટલું બધું ઓછું-સામાન્ય છે કે એનાથી તો તારા આ પાત્રા, ઉધિ વગેરેનું ભાડું પણ પૂરું થતું નથી. તો પછી એ લીધેલ ઉપધિ, પાત્રા દ્વારા ઘણો મોટો નફો મેળવી સમૃદ્ધ થવાની તો વાત જ ક્યાં રહી ? ચેતન ! તું જ વિચાર કે દુર્ગતિમાં જતાં તને કોણ બચાવશે ? પરલોકમાં કોણ તને સુખ આપવા આવશે ?
અર્થ :
(६) किं लोकसत्कृतिनमस्करणार्चनाद्यै रे मुग्ध ! तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्प्रमादो वोधिद्रुमाश्रयमिमानि करोति पशून् ।। અર્થ : રે મૂઢ ! લોકો તારો સત્કાર કરે છે, તને વંદન કરે છે, તારી પૂજાભક્તિ કરે છે એનાથી તું ખુશ શા માટે થાય છે ? કેમકે તારી પાસે વિશુદ્ધ ચારિત્ર તો છે જ નહિ. આ લોકોની વાહ-વાહ, જલસા વગેરેને લીધે તારામાં જે સંયમ પ્રત્યે પ્રમાદ ઉત્પન્ન થયો છે એ પ્રમાદ તો સંસારકુવામાં પડતા તને એકમાત્ર આધારભૂત જે બોધિજિનધર્મરૂપી વૃક્ષ છે એને જ કાપી નાંખવામાં આ લોકસત્કારાદિનો કુહાડી તરીકે ઉપયોગ કરે છે.
#+k+111-111-111-1111111111111111111111111111111111111111111 1111111111/-*-*-*-*-*-*
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૪૦