________________
તત્વાર્થકારિકા
(१) न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति ।
અર્થ :
: ગુરુ પાસે હિતકારી ઉપદેશનું શ્રવણ કરવાથી બધા જ શ્રોતાઓને એકાન્તે ધર્મની પ્રાપ્તિ-હિતપ્રાપ્તિ થાય જ એવો નિયમ નથી, પણ જે વક્તા શ્રોતાઓ ઉપર એકમાત્ર ઉપકાર કરવાની બુદ્ધિથી ઉપદેશ આપે છે તેનું તો એકાન્તે હિત થાય છે.
(२) श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ।।
અર્થ : માટે જ પરોપકાર કરવામાં જે કંઈ પણ આત્માને શ્રમ પડે તેની બિલકુલ ચિન્તા કર્યા વિના સદા હિતોપદેશ આપવો એ કલ્યાણકારી છે. હિતનો ઉપદેશ આપનાર આત્મા સ્વ અને પર બે ય ઉપર ઉપકાર કરે છે.
+++++++++++++++++++++11111111 11191116161661661-14-1*I14******
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૩૮