________________
નિષ્ઠાવાળા છે, (૪) અભિમાનરહિત છે, (૫) સંતોષની પુષ્ટિ થવાથી જેમની ઈચ્છાઓ નષ્ટ થઈ ચૂકી છે તે મુનિવરો માત્ર પોતાના મનને, આત્માને જ ખુશ કરે છે, લોકોને ખુશ કરવાની પંચાતમાં પડતા નથી.
(९) तावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः । चिन्तामणि प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति ।। અર્થ : સાધુ જ્યાં સુધી આત્માના સુખોનો અનુભવ ન કરે ત્યાં સુધી જ એ બહારના વાદ-વિવાદોમાં પડે, ત્યાં સુધી જ એ લોકોને ખુશ કરવાના પ્રપંચોમાં પડે. બાકી, ઉત્કૃષ્ટ ચિંતામણિ રત્ન મળ્યા પછી કયો માણસ લોકોમાં એ ચિંતામણિ રત્નની વાતો કહેતો ફરે ? આશય એ છે કે આત્મસુખ એ એવું અણમોલ રત્ન છે કે જેની પ્રાપ્તિથી આનંદી બનેલા આત્માને પછી આ વાદ-વિવાદાદિ કંઈ ન ગમે.
(१०) तदेव राज्यं हि धनं तदेव तपस्तदेवेह कला च सैव ।
स्वस्थे भवेच्छीतलताशये चेन्नो चेद् वृथा सर्वमिदं हि मन्ये ।। અર્થ : જો તારા સ્વસ્થ આશયમાં-મનમાં શીતલતા હોય, પ્રસન્નતા, સમાધિ, પ્રશમભાવ હોય તો એ શીતલતા એ જ ષટ્યુંડનું સામ્રાજ્ય છે. એ શીતલતા જ રત્નોનો ભંડાર છે. એ પ્રસન્નતા જ ઉગ્ર તપ કે મોટી કળા છે.
જો મનમાં શીતલતા નથી, પ્રસન્નતા નથી તો પછી મળેલું સામ્રાજ્ય, રત્નોના ભંડારો, ઉગ્ર તપ કે વિશિષ્ટ કળાઓ બધું જ નકામું છે એમ મારી માન્યતા છે.
(११) रुष्टैर्जनैः किं यदि चित्तशान्तिस्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान् स्वस्थः सदोदास्यपरो हि योगी ।। અર્થ : ચિત્તમાં જો શાન્તિ-પ્રસન્નતા હોય તો પછી બીજા બધા લોકો ભલે ને આપણા ઉપર ભયંકર ક્રોધે ભરાયા હોય, આપણને શું વાંધો ? અને જો આપણા મનમાં સંતાપ, સંક્લેશ ચાલતો હોય તો બીજા લોકો ભલે ને આપણા ઉપર ખૂબ ખુશ થઈ ગયા હોય, આપણને શું લાભ? હંમેશા ઉદાસીન, સ્વસ્થ રહેનાર યોગી મોટી સફળતાદિમાં
૩૬
††††↓↓↓↓↓↓↓↓↓↓↓♪♪♪♪♪♪♪♪♪♪♪♪↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓††††††††††††††††††††††††††††††††††††††††††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨