________________
અર્થ: પારકાના દોષો જોવાનું તારે શું કામ છે? પારકાની ચિંતા કરવાનું
પણ તારે શું કામ છે? ઓ મૂઢબુદ્ધિ ! તું ફોગટ જ શા માટે દુઃખી
થાય છે? તું તારું કામ કર. આત્મહિત કર. બાકી બધું છોડી દે. (५) यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथास्ति नान्तः ।
मनोऽभितापो मरणं हि यावत्, मूर्योऽपि कुर्यात् खलु तन कर्म ।। અર્થ : આત્મન્ ! વિષયસુખો ભોગવવાદિ રૂપ કાર્યમાં સુખ તો લેશમાત્ર જ
છે. અને દુઃખની પરંપરાનો જેમાં કોઈ અત્ત જ નથી, જેમાં માનસિક સંતાપ અને છેવટે મરણ થાય છે એવા આ કર્મો તો મૂર્ખ
માણસ પણ ન કરે. (તો તું કેમ વિષયસુખોમાં લંપટ બન્યો છે?) (૬) દીનિચ ર વૈદ્ધનારા, દીતિ વિષયમનાવી !
गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ।। અર્થ : દીક્ષા લીધા બાદ, સાધુવેષ ધારણ કર્યા બાદ જો ધન, ઘર વગેરેની
ઈચ્છા થતી હોય, સાધુવેષ લીધા બાદ જો સ્ત્રી વગેરેના સુખોની અભિલાષાઓ જાગતી હોય, સાધુવેષ લીધા પછી ય જો ખાવાપીવામાં આસક્તિ જાગતી હોય તો પછી આનાથી વધારે વિટંબણા
બીજી કઈ હોઈ શકે ? (७) ये लुब्धचित्ता विषयार्थभोगे बहिर्विरागा हृदि बद्धरागाः ।
ते दाम्भिका वेषधराश्च धूर्ताः मनांसि लोकस्य तु रञ्जयन्ति ।। અર્થ : જે સાધુઓ વિષયસુખોનો ભોગવટો કરવામાં ખૂબ જ આસક્ત
મનવાળા છે, જેઓ બહારથી વૈરાગી હોવાનો દેખાવ કરે છે અને હૃદયમાં તો ભરપૂર રાગ લઈને જ બેઠા છે તે સાધુઓ માત્ર વેષધારી, દાંભિક, ધૂર્ત જાણવા. તેઓ માત્ર લોકોના મનને ખુશ કરવાનું (નટ,
ભવાયા તરીકેનું) જ કામ કરે છે. (८) ये नि:स्पृहास्त्यक्तसमस्तरागास्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः ।
सन्तोषपोषैकविलीनवाञ्छास्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ।। અર્થ : જે મુનિવરો (૧) લેશ પણ સ્પૃહા ધરાવતા નથી, (૨) બધા જ રાગ
આસક્તિઓને ત્યાગી ચૂક્યા છે, (૩) આત્મતત્વમાં જ એકમાત્ર
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (હૃદયપ્રદીપષત્રિશિકા )
૩૫