________________
લાગતા એ જ રીતે સંસારથી વૈરાગ્ય પામેલા, તત્ત્વજ્ઞાનના અભિલાષી સાધુઓને પણ આ તપ, લોચ, વિહારાદિ દુઃખો દુઃખરૂપ ન લાગે.
(८५) क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः ।
दग्धतच्चूर्णसदृशो ज्ञानसारकृतः पुनः ।।
અર્થ : નિર્મળ પરિણતિઓ વિના માત્ર લોચ, વિહારાદિ બાહ્ય શુભ ક્રિયાઓથી જે કર્મક્ષય, દોષક્ષય થાય એ તો દેડકાના ચૂર્ણ જેવો છે. બીજો વરસાદ પડતાંની સાથે જેમ એ ચૂર્ણમાંથી પાછા અનેક દેડકાઓ ઉત્પન્ન થઈ જાય છે તેમ આ જીવ પણ કુનિમિત્તો વગેરે મળતાંની સાથે પાછો પુષ્કળ કર્મબંધ, દોષસેવન કરી જ બેસે છે. જ્યારે જ્ઞાનસાર-નિર્મળ પરિણતિ વડે જે કર્મક્ષય, દોષક્ષય થાય એ તો અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયેલા દેડકાની રાખ જેવો છે. એમાંથી ફરી દેડકો ઉત્પન્ન ન થાય. એમ પરિણતિથી થયેલો દોષક્ષય, કર્મક્ષય હિતકારી બને.
(૮૬) વ્રિષાશૂન્યં = યજ્ઞાનું, જ્ઞાનશૂન્યા ૪ યા ક્રિયા । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ।।
અર્થ : એક બાજુ ક્રિયા(પ્રવૃત્તિ) વિનાનું જ્ઞાન (પરિણતિ) અને બીજી બાજુ જ્ઞાન(પરિણતિ) વિનાની ક્રિયા(પ્રવૃત્તિ). આનું અંતર જાણવું છે ? એકલું જ્ઞાન એ સૂર્ય સમાન છે. જ્યારે એકલી ક્રિયા એ આગિયાખદ્યોત સમાન છે.
11115111111111111111111***********************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
33