________________
(૨) પ્રતિમવિથોડસડ, નાઘર થતુર્વિદમ્ |
तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ।। અર્થ: આ સ્થાનાદિ પણ ચાર પ્રકારના છે. (૧) પ્રીતિસ્થાનયોગ : એ
યોગમુદ્રાદિ સ્થાનનું સેવન કરવામાં ખૂબ આદર હોય. બધું છોડીને પણ એ સ્થાનાદિનું આચરણ કરે. (૨) ભક્તિસ્થાનયોગ : એ યોગમુદ્રાદિમાં અતિશય બહુમાન, ગૌરવ ઉત્પન્ન થાય. અને એ રીતે સ્થાનાદિનું સેવન કરે. (૩) વચનસ્થાનયોગ : “આ પ્રમાણે કરવાની જિનાજ્ઞા છે.' એમ જિનવચનને આગળ કરીને સ્થાનાદિનું સેવન કરે. (૪) અસંગસ્થાનયોગઃ એ સ્થાનયોગ એવો આત્મસાત થઈ જાય કે પછી “આ જિનવચન છે. એવું યાદ કરવાની જરૂર જ ન રહે. આપમેળે જ એ યોગનું પાલન થઈ જ જાય. આ જ રીતે વર્ણાદિમાં પણ સમજવું. આ બધા યોગોથી અયોગ નામના ૧૪મા ગુણસ્થાનરૂપી ઉત્કૃષ્ટ
યોગની પ્રાપ્તિ થાય છે અને એનાથી ક્રમશઃ મોક્ષ મળે છે. (૮૩) થાનઘનિસ્તીચ્છવાઘાનિસ્વનાવો |
सूत्रदाने महादोष इत्याचार्याः प्रचक्षते ।। અર્થ : જેઓ આ સ્થાનાદિ યોગમાંથી એકાદનું પણ સેવન નથી કરતા
તેવાઓને આ લોગસ્સ વગેરે સૂત્રો ભણાવવામાં ભણાવનારને પણ મોટો દોષ લાગે. અરે, કોઈ એમ સમજીને ભણાવે કે, “આ રીતે ભલે ને આ સ્થાનાદિ ન સેવનારો પણ સૂત્રો શીખીને ગમે તેવી પણ ક્રિયા કરે. એ રીતે ય અવિધિવાળી ક્રિયારૂપ તીર્થ તો ટકશે ને?” તો ય
આવી સબુદ્ધિથી ભણાવનારને મહાદોષ છે એમ યોગાચાર્યો કહે છે. (८४) धनार्थिनां यथा नास्ति शीततापादि दुःसहम् ।
तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि ।। અર્થ : જેમ પૈસા પાછળ પાગલ બનેલાઓને ધન કમાવવા માટે જે ઠંડી,
ગરમી, ભૂખ, તરસ સહન કરવા પડે છે તે એમને દુઃસહ નથી
૩૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨