________________
અર્થ : શાસ્ત્રો એ મોટી કઢાઈમાં પડેલું દૂધ છે. બુદ્ધિ એ માવો બનાવવા
માટે દૂધ હલાવવામાં ઉપયોગી કડછો છે. ઘણા લોકોનો બુદ્ધિરૂપી કડછો શાસ્રરૂપી દૂધમાં પ્રવેશીને, એને હલાવીને અમૂલ્ય પદાર્થોરૂપી માવો બનાવી દે છે. પણ એ બનેલા માવાને ખાવાનું-ચાખવાનું સૌભાગ્ય એ કડછા હલાવનાર રસોઈયા પાસે હોય ખરું ? એ તો ગણ્યાગાંઠ્યા જ એવા જીવો મળે જેમને આ રસોઈયાની બુદ્ધિરૂપી કડછાથી તૈયાર થયેલા શાસ્ત્રરૂપી દૂધનો માવો અનુભવ રૂપી જીભ વડે ચાખવા મળે. (તદ્દન સાચી વાત છે. ઘણીવાર બહુશ્રુતો શાસ્ત્રના અણમોલ પદાર્થો પીરસે ત્યારે એ બહુશ્રુતોને એ પદાર્થોની જેટલી અસર નથી હોતી એના કરતા ઘણી વધારે અસર શ્રોતાઓને થાય છે.)
( ७८) मोक्षेण योजनाद्योग: सर्वोऽप्याचार इष्यते ।
विशिष्य स्थानवर्णार्थालम्बनैकाग्र्यगोचरः ।।
અર્થ : જે પદાર્થ જીવને મોક્ષની સાથે જોડી આપે તે પદાર્થ યોગ કહેવાય. આ વ્યાખ્યા પ્રમાણે સાધુઓનો શાસ્ત્રાનુસારી બધો જ આચાર (નિર્દોષ ગોચરી, વિહાર, લોચ, ગુરુસેવા વગેરે) એ યોગ જ કહેવાય. પણ વિશેષથી વિચારીએ તો એ યોગ પાંચ પ્રકારે છે. (૧) સ્થાનયોગ, (૨) વર્ણયોગ, (૩) અર્થયોગ, (૪) આલંબન યોગ, (૫) એકાગ્રતાયોગ.
(७९) कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः ।
विरतेष्वेव नियमाद्बीजमात्रं परेष्वपि ।।
અર્થ : આમાં સ્થાન અને વર્ણ એ બે કર્મયોગ છે. જ્યારે અર્થ, આલંબન, એકાગ્રતા એ જ્ઞાનયોગ છે. આ પાંચે ય યોગો સાચા વિરતિધર પાસે જ હોય. હા, સમ્યગ્દષ્ટિ, મંદ મિથ્યાત્વી વગેરેમાં પણ આ પાંચ યોગો બીજ રૂપે હોઈ શકે છે.
(૮૦) વૃકૃપાનિર્દેવસંવે પ્રશમોત્પત્તિરિ ।
भेदा प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः ।।
અર્થ : અહીં દરેક સ્થાનાદિ યોગના બીજા ચાર ભેદ પડે છે. (૧)
+++++++++++++++++†††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓††
30
11++++++++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨