________________
(૭૩) ત્ય પરિષદે સાથોપ્રતિ નં : |
पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ।। અર્થ : સાધુ જો બે ય પ્રકારનો પરિગ્રહ છોડી દે તો એના તમામ કર્મો નાશ
પામે. સરોવરની પાળ તૂટી જાય પછી તો બધું પાણી જતું જ રહે ને? (७४) त्यक्तपुत्रकलत्रस्य मूर्छामुक्तस्य योगिनः ।
चिन्मात्रप्रतिबद्धस्य का पुद्गलनियन्त्रणा ।। અર્થઃ પુત્ર-પત્ની-સ્વજન-ભાઈ-બહેનાદિ બધું છોડી દેનાર, એમના
ઉપરની મૂચ્છ ય છોડી દેનાર, સાધુ બની જ્ઞાનયોગમાં લીન બની જનાર સાધુને પછી કોઈપણ પુદ્ગલોનું બંધન હોય ખરું? એ સાધુ
બાહ્ય પદાર્થોમાં આસક્ત બને ખરો ? (७५) मूर्छाच्छन्नधियां सर्वं जगदेव परिग्रहः ।
मूर्च्छया रहितानां तु जगदेवापरिग्रहः ।। અર્થ : જેમની બુદ્ધિમાં જગતના પદાર્થો પ્રત્યે કારમી આસક્તિ-મૂચ્છ પડેલી
છે તે બિચારો ભલે કપડાં વિનાનો તદ્દન ભિખારી હોય તો ય મૂછની અપેક્ષાએ તો આખું જગત્ એનો પરિગ્રહ છે. જ્યારે જે આત્માઓ મૂચ્છ-આસક્તિ વિનાના છે તે ભરતચક્રી જેવા પખંડના સ્વામી
હોય તો પણ એમના માટે આ આખું ય જગત અપરિગ્રહ જ છે. (७६) व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि ।
पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।। અર્થ : બધા ય શાસ્ત્રોનું કામ માત્ર દિશા દેખાડવા પૂરતું જ છે. શાસ્ત્રો
સંસારસમુદ્રને તરવાનો રસ્તો જ માત્ર બતાવે. જ્યારે અનુભવજ્ઞાન તો આત્માને સંસારમાંથી તારીને મોક્ષમાં પહોંચાડે. (શાસ્ત્રોમાં કહેલા પદાર્થોનું આત્માને સંવેદન થાય, આત્મા એ પદાર્થોને સાક્ષાત
અનુભવે એ જ અનુભવજ્ઞાન.) (७७) केषां न कल्पनादी शास्त्रक्षीरान्नगाहिनी ।
विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)