________________
ઈચ્છાથાનયોગ (૨) પ્રવૃત્તિસ્થાનયોગ (૩) સ્થિરસ્થાનયોગ (૪) સિદ્ધિસ્થાનયોગ. એમ વર્ણાદિમાં પણ ૪-૪ ભેદ પાડવા. એમાં ઈચ્છાયોગ એ જીવમાં કરૂણાગુણ ઉત્પન્ન કરે, પ્રવૃત્તિયોગ જીવમાં નિર્વેદ-સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરે, સ્થિરયોગ જીવમાં સંવેગમોક્ષાભિલાષને ઉત્પન કરે, સિદ્ધિયોગ જીવમાં પ્રશમભાવને
ઉત્પન્ન કરે. (૮૧) ફુચ્છા તથા રીતિક પ્રવૃત્તિઃ પાનનું પરમ્ |
स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् ।। અર્થ : અહીં પ્રથમ સ્થાનાદિ સમજી લઈએ. (૧) પ્રતિક્રમણાદિ ક્રિયામાં
જ્યારે જે જિનમુદ્રા, યોગમુદ્રા, કાયોત્સર્ગમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા વગેરે કરવાની બતાવેલ છે એ સ્થાન કહેવાય. (૨) ઈરિયાવહિ, લોગસ્સ વગેરે સૂત્રોના અક્ષરો એ વર્ણ કહેવાય. (૩) એ સૂત્રોના પદોનો, વાક્યોનો અર્થ એ અર્થ કહેવાય. (૪) આ ક્રિયા જે પ્રતિમાદિને ધ્યાનમાં રાખીને કરીએ એ પ્રતિમાદિ આલંબન. (૫) આમાં ખૂબ તન્મયતા આવી જાય એ એકાગ્રતા છે. (૧) બરાબર વિધિપૂર્વક મુદ્રાઓ, ૧૭ સંડાસાદિ સાચવવાપૂર્વક ક્રિયાઓ કરનારાની વાતો કોઈ કરતું હોય તો એ વાતો સાંભળવામાં જે આનંદ આવે, રસ પડે તે ઈચ્છા સ્થાનયોગ કહેવાય. (૨) આત્મા પોતે પણ એ જ રીતે મુદ્રાદિ સાચવવાપૂર્વક ક્રિયા કરવા લાગે એ પ્રવૃત્તિસ્થાનયોગ. (૩) એ ક્રિયામાં આત્મા એટલો બધો હોંશિયાર બની જાય કે પછી ક્રિયાઓમાં ભૂલ તો ન જ પડે પણ ક્રિયામાં ભૂલ પડવાનો ડર પણ ન રહે એ સ્થિરસ્થાનયોગ. (૪) આત્મા પોતાને મળેલ આ સ્થાનયોગ બીજાને પણ પમાડી દે તો એ સિદ્ધિસ્થાનયોગ કહેવાય. આ રીતે વર્ણાદિમાં પણ સમજવું. માત્ર એમાં શુદ્ધ, સ્પષ્ટ, શાસ્ત્રાનુસાર સૂત્રો બોલવા એ વર્ણયોગ બને. એના અર્થોમાં ઉપયોગપૂર્વક ક્રિયા કરીએ તો એ અર્થયોગ બને. પ્રતિમાદિનું આલંબન અને એકાગ્રતા તો સ્પષ્ટ જ છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
૩૧