________________
હૃદયપ્રદીપષત્રિંશિકા
( १ ) जानन्ति केचिन्न तु कर्तुमीशा कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं ते केऽपि लोके विरला भवन्ति ।। અર્થ : કેટલાક સાધુઓ એવા છે કે, ‘સંયમજીવન કેવી રીતે જીવવું જોઈએ’ વગેરે બધું જ જાણે છે પણ શરીર કે મનની લાચારીને લીધે એ કરવા માટે સમર્થ બનતા નથી. તો વળી કેટલાક સાધુઓ એવા છે કે જેઓ શરીર કે મનથી મજબૂત હોવાથી સંયમપાલન કરવા માટે સમર્થ છે પણ એમનું દુર્ભાગ્ય છે કે, ‘સંયમ શી રીતે પાળવું’ એ તેઓ જાણતા જ નથી.
સંયમપાલનનું જ્ઞાન અને સંયમપાલનનું સામર્થ્ય આ બે ય જેની પાસે હોય એવા આત્માઓ તો આ વિશ્વમાં ગણ્યા-ગાંઠ્યા જ મળે. (२) भोगार्थमेतद् भविनां शरीरम् ज्ञानार्थमेतत् किल योगिनां वै । ज्ञाता विषं चेद्विषया हि सम्यग् - ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या ।। અર્થ : સંસારી જીવોનું શરીર ભોગ ભોગવવા માટે જ ઉપયોગી બને છે. જ્યારે યોગીઓનું શરીર જ્ઞાનયોગની પ્રાપ્તિ માટે ઉપયોગી બને છે. હે આત્મન્ ! સમ્યજ્ઞાન દ્વારા જો તને આ ભોગો ઝેર જેવા લાગ્યા હોય તો પછી આ હાડપિંજર જેવા શરીરને પુષ્ટ કરીને શું કામ છે? એને પુષ્કળ કષ્ટ આપી કર્મક્ષયનું સાધન બનાવ.
(३) त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्रपूर्णेऽनुरागः कुणपे कथं ते ।
· दृष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम् ।। અર્થ : ચામડી, માંસ, મેદ, હાડકા, વિષ્ઠા અને મૂત્રથી ભરેલા આ શરીરમાં
તને કેમ રાગ થાય છે ? એ જ સમજાતું નથી. અરે ! તું જાતે જ શરીરના આ બિભત્સ સ્વરૂપને જુએ છે. વ્યાખ્યાનોમાં હજારો લોકોની આગળ શરીરના બિભત્સ સ્વરૂપને તું વર્ણવે છે. તો પછી તું જ સાક્ષાત્ કેમ એ શરીરમાં મોહ પામે છે ? એને પંપાળે છે ? (૪) હાર્યે હૈં ત્રિ તે પરવોષટ્ટા, વાર્થ હૈં વિં તે પચિન્તયા હૈં । वृथा कथं खिद्यसि बालबुद्धे ! कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ।।
++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷||+|+|÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૩૪