________________
બૌદ્ધભિક્ષુના મસ્તક જેવી છે. શુદ્ધ ગોચરી એ ભિક્ષુને પગ લગાડવારૂપ આશાતનાના ત્યાગ જેવી છે.
(६९) शास्त्रोक्ताचारकर्ता च शास्त्रज्ञः शास्त्रदेशकः ।
शास्त्रैकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ।।
અર્થ : શાસ્ત્રોમાં કહેલા આચારોનું પાલન કરનાર, શાસ્ત્રનો જ્ઞાતા, શાસ્ત્રોનો ઉપદેશક, શાસ્ત્ર જ જેની એક માત્ર આંખ છે એવો મહાયોગી પરમપદને પામે છે.
(૭૦) પરિબ્રહ્મપ્રાવેશાદુર્ગાષિતરન:વિરાઃ |
श्रूयते विकृताः किं न ? प्रलापा लिङिगनामपि ।।
અર્થ : આ શિષ્યો, ભક્તો, ઉપધિઓ, ફલેટો વગેરેનો પરિગ્રહ એ મોટા ખરાબ ગ્રહ જેવો છે. એના આવેશને લીધે સાધુઓ પણ પોતાના મુખમાંથી ખરાબ વચનોરૂપી ધૂળને ચારેબાજુ ફેંકે છે. શું આવા સાધુઓના વિકૃત-અત્યંત ખરાબ લાગે એવા પ્રલાપો, અસભ્ય વચનો નથી સંભળાતા ? (પરિગ્રહની આસક્તિથી કેટલાય ઝઘડાઓ ઊભા થયા જ છે.)
(७१) यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् । उदास्ते तत्पदाम्भोजं पर्युपास्ते जगत्त्रयी ।।
અર્થ : જે આત્મા ધન, ધાન્ય, પુસ્તકો, ફ્લેટો વગેરે બાહ્ય પરિગ્રહને અને એ બધી વસ્તુઓ ઉપરના રાગ-મૂર્છારૂપી અભ્યન્તર પરિગ્રહને તણખલાની જેમ તુચ્છ માની છોડી દે છે, ઉદાસીન-મધ્યસ્થ બને છે એના ચરણકમલની તો ત્રણ લોક સેવા કરે.
( ७२ ) चित्तेऽन्तर्ग्रन्थिगहने बहिर्निर्ग्रन्थता वृथा ।
त्यागात्कञ्चुकमात्रस्य भुजगो न हि निर्विषः ।
અર્થ : મન જો સ્વજનો, સ્ત્રી, ભોજનાદિ પ્રત્યેના રાગ વગેરે રૂપી ગાંઠોથી ભરેલું હોય તો પછી આ માત્ર બહારની નિર્પ્રન્થતા-સાધુવેષ એ નકામો જ જવાનો. સાપ કંઈ કાંચળી માત્રને છોડી દઈને ઝેર વિનાનો ન બને.
***********
૨૮
+††††††††††††††††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨