________________
અર્થ : ઉપશમશ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાને પહોંચી વીતરાગ બની
ચૂકેલા એવા ય આત્માઓ અને શ્રુતકેવલીઓ પણ આ દુષ્ટ કર્મના
પ્રતાપે અનંત સંસારમાં ભટકે છે. (૬૩) તૈનપાત્રધરો ય, રાધાવેથોઘતો યથા |
क्रियास्वनन्यचित्तः स्याद्, भवभीतस्तथा मुनिः ।। અર્થ : ‘તું જો તેલથી ભરચક ભરેલા પાત્રને હાથમાં લઈ આખા નગરમાં
ફરીને પાછો આવે અને એક પણ ટીપું ન ઢોળાય તો તને જીવતો રાખીશ નહિ તો મારી નાંખીશ.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળી જીવ બચાવવા એ ચોર તેલપાત્ર લઈને ચાલ્યો. ચારે બાજુ નાટકો, ગીતો, બહેનોની અવરજવર હોવા છતાં તે ક્યાંય જોતો નથી. એક પણ ટીપું ન ઢોળાઈ જાય એની કાળજી રાખે છે. અને સફળ થાય છે. એમ રાધાવેધ સાધનારો પણ એમાં ખૂબ એકાગ્ર બને છે. એ જ રીતે સંસારના ભયથી ગભરાયેલો મુનિ પણ ચારિત્રધર્મના તમામ
આચારોમાં એકતાન બને જ. (૬૪) યથા ચિન્તા િવત્તે વેરો વકરીને /
हहा जहाति सद्धर्म तथैव जनरञ्जनैः ।। અર્થ : મૂર્ખ માણસ પોતાની પાસે રહેલા ચિંતામણિ રત્નને આપીને બોર
ખરીદ. એમ ખેદજનક વાત છે કે મૂર્ણ આત્માઓ માત્ર લોકરંજન માટે સદ્ધર્મને છોડી દે છે. (ભક્તોને ખુશ કરવા એમની ઈચ્છા પ્રમાણે વર્તવું પડે. એમની ઈચ્છાઓ પૂરવી પડે. એમાં સંયમને
નુકસાન થાય.). (६५) श्रेयोऽर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे न च ।
स्तोका हि रत्नवणिज: स्तोकाश्च स्वात्मसाधकाः ।। અર્થ : (જૈનધર્મ-સર્વવિરતિધર્મ સર્વોત્કૃષ્ટ વસ્તુ છે તો ઘણાબધા લોકો શા
માટે એને નથી સ્વીકારતા ? એનું સમાધાન આપે છે કે, લોકમાં કે લોકોત્તર જિનશાસનમાં કલ્યાણના ઇચ્છનારાઓ વધારે ન હોય, ઓછા જ હોય. લોકમાં મજુરી, નોકરી કરનારાઓ કરોડો લોકો છે,
૨૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨