________________
અર્થ : : ‘મારું શરીર એકદમ તગડું છે. મારું રૂપ અજોડ છે. મારું લાવણ્ય અદ્ભુત છે.’ આત્માનંદને માણનારા મુનિવરો શું આ શરીર, રૂપ, વિદ્વત્તાદિ પારકા પર્યાયો વડે સ્વોત્કર્ષ-અભિમાન કરે ખરા ?
(५४) बाह्यदृष्टे : सुधासारघटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु सा साक्षाद्विण्मूत्रपिठरोदरी ।।
'
અર્થ : ઓ આત્મન્ ! તું ચામડાની આંખોથી સ્ત્રીદર્શન કરે છે માટે જ તને એ સુંદરી અમૃતના સારભૂત પદાર્થોથી ઘડાયેલી લાગે છે. પણ એકવાર તત્વદષ્ટિ ઉઘાડીને તો જો. વિષ્ઠા અને મૂત્રથી ભરેલું વાસણ જ ન હોય ? એવા પેટવાળી એ તને સાક્ષાત્ દેખાશે.
(५५) लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृग् ।
तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ।। અર્થ : બિચારા ચામડાની આંખોવાળા ! આ શરીરને લાવણ્ય-સૌંદર્યની લહેરોથી અત્યંત પવિત્ર, મનોહર માને છે. તો તત્ત્વદૃષ્ટિના ધારક મુનિવરો ! કરમીયાઓથી ભરેલા એ જ શરીરને કુતરા અને કાગડાને ખાવા યોગ્ય માને છે.
(५६) गजाश्वैर्भूपभवनं विस्मयाय बहिर्दृशः ।
तत्रा भवनात् कोऽपि भेदस्तत्त्वदृशस्तु न ।।
અર્થ : બાહ્યદૃષ્ટિવાળાઓ તો રાજાના ભવનને હાથી, ઘોડાઓથી ભરેલું જોઈ આશ્ચર્ય પામે છે. જ્યારે તત્વવેત્તા મુનિવરોને તો એ ભવન માત્ર હાથી, ઘોડાઓનું જંગલ જ લાગે છે.
(५७) भस्मना केशलोचेन वपुर्धृतमलेन वा ।
महान्तं बाह्य वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।।
અર્થ : બિચારા બાહ્યદષ્ટિવાળા સંસારીઓ તો શરીર ઉપર રાખ ચોપડનારા, કેશલોચ કરાવનારા, શરીર ઉપર મેલ ધારણ કરનારાને મહાન્ સાધુ માની લે છે. જ્યારે તત્ત્વજ્ઞાની આત્મા તો જે સાધુ પાસે આત્માનંદનું સામ્રાજ્ય છે એને જ મહાન્ માને છે.
૨૪
નનન+નનન+નનનન+નનન+H+l
***--*-*-*-*-*-*-*-*-**********
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨