________________
(५०) गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया ।
गुणैरेवासि पूर्णश्चेत्कृतमात्मप्रशंसया ।। અર્થ : ઓ સાધુ! શું તું ક્ષમા, વાત્સલ્ય, વિનય, વિવેક, સરળતા વગેરે
લાખો ગુણોથી પૂર્ણ બની ચૂક્યો છે? જો ના, તો પછી તું તારી આત્મપ્રશંસા કરવી રહેવા દે, કારણ કે તું અપૂર્ણ છે. અને જો ખરેખર તું બધા ગુણોથી પૂર્ણ બની જ ચૂક્યો છે તો ય તું આત્મપ્રશંસા કરવી રહેવા દે, કેમકે બધા ગુણો મળી ગયા બાદ હવે કંઈ
મેળવવાનું બાકી જ નથી કે જેને માટે આત્મપ્રશંસા કરવી પડે. (५१) आलम्बिता हिताय स्युः परैः स्वगुणरश्मयः ।
अहो स्वयं गृहीतास्तु पातयन्ति भवोदधौ ।। અર્થ : બીજા લોકો તારા ક્ષમાદિ ગુણો રૂપી દોરડાને પકડી લે તો એમના
માટે એ દોરડાઓ હિતકારી બનશે. એના સહારે બીજાઓ સંસારકુવામાંથી બહાર નીકળશે. પણ તું તારા ગુણોરૂપી દોરડાને જો પકડીશ, સ્વગુણપ્રશંસા કરીશ તો એ ગુણોરૂપી દોરડાઓ તને
સંસારસમુદ્રમાં પાડશે. (५२) उच्चत्वदृष्टिदोषोत्थस्वोत्कर्षज्वरशान्तिकम् ।
पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ।। અર્થ : “હું જ્ઞાની છું, હું તપસ્વી છું, હું ઘણા શિષ્યોનો ગુરુ છું.” આવી
પોતાની જ મોટાઈ નિહાળવી એ મોટો દોષ છે. એના દ્વારા સ્વઉત્કર્ષ-અભિમાન-સ્વપ્રશંસારૂપી વર આત્મામાં ઉત્પન્ન થાય છે. જો હવે તારામાં એ જ્વર ઉત્પન્ન થઈ જ ગયો હોય તો એને શાંત કરવાનો એક ઉપાય અજમાવ. તે પૂર્વના મહાપુરુષો કરતા તારી નીચતાને ખૂબ ખૂબ વિચાર. ૧૧ લાખ ૮૦ હજાર ૬૪૫ માસક્ષમણ કરનારા નંદનઋષિની સામે તારો માસક્ષપણાદિ તપ શી વિસાતમાં! રોજની 1000 ગાથા ગોખનારા બપ્પભટ્ટસૂરિ વગેરેની સામે તારો
ક્ષયોપશમ તો વામણો જ લાગે. (५३) शरीररूपलावण्यग्रामारामधनादिभिः ।
उत्कर्षः परपर्यायश्चिदानन्दघनस्य कः ।।
++++
++++++++
++++
+++#
#
###
########
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
######
૨૩