________________
અનુસાર પ્રવૃત્તિ કરે છે. કર્મોને ભોગવે છે. મધ્યસ્થ આત્મા તે
લોકોમાં રાગ કે દ્વેષ ન કરે. (૪૬) વાવ રામાન લેશમાત્રાત્પરા મમ્ |
न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।। અર્થ : અમે અમારા જિનાગમોને રાગમાત્રથી સાચા માનીએ છીએ એમ ન
સમજશો તેમ અમે બીજાઓના આગમોને દ્વેષ માત્રથી જ ત્યાગીએ છીએ એમ પણ ન સમજશો. પણ મધ્યસ્થદષ્ટિથી અમે બે ય આગમો ચિંકાસ્યા. જિનાગમો અમને સાચા લાગ્યા એટલે એને સ્વીકાર્યા.
- બીજાના આગમો ખોટા લાગ્યા એટલે અમે છોડી દીધા. (४७) न गोप्यं क्वापि नारोप्यं हेयं देयं च न क्वचित् ।
क्व भयेन मुनेः स्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः ।। અર્થ: સાધુને તો કોઈપણ વસ્તુ, શરીર સુદ્ધાં ય છુપાવવા જેવું, રક્ષણ કરવા
જેવું નથી. સાધુને કોઈપણ વસ્તુ ક્યાંય મૂકવાની નથી, કોઈ વસ્તુ ત્યાજ્ય નથી કે કોઈને આપવાની નથી. જગતના સર્વ પદાર્થો સાધુ માટે માત્ર શેય છે તો પછી શાન વડે એ પદાર્થોને જોતો સાધુ શા માટે
ભયભીત બનીને રહે? (४८) मयूरी ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने ।
वेष्टनं भयसर्पाणां न तदानन्दचन्दने ।। અર્થ : જ્ઞાનદષ્ટિરૂપી મોરલી જો મનરૂપી જંગલમાં ફરતી હોય તો પછી
આત્માનંદરૂપી ચંદનના વૃક્ષોને ભયરૂપી સાપો વીંટળાઈ શકતા
નથી. (૪૬) ચિત્તે રિબત્તિ યસ્થ વારિત્રમતોમમ્ |
अखण्डज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ।। અર્થ : જે ચારિત્રથી કોઈને પણ ભય ન થાય એવું ચારિત્ર જે મુનિના ચિત્તમાં
પરિણમી ચૂક્યું છે એ અખંડ એવા જ્ઞાનરાજ્યનો સ્વામી સાધુ વળી કોનાથી ભય પામે ? બધાને નિર્ભયતા બક્ષનારો એ સાધુ સ્વયં નિર્ભય જ હોય.
૨૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨