________________
એ ઘણો મોટો લાભ કરી આપે. તે એ કે ભવ બદલાવાથી કે કનિમિત્તો વગેરેને લીધે જો પેલો પ્રગટેલો સમ્યગદર્શન, વિરતિ વગેરેનો ભાવ પડી જાય તો ય એ કરેલી ક્રિયાઓ ગમે ત્યારે ફરીથી
એ ભાવોની વૃદ્ધિ કરાવી આપે છે. (२९) पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् ।
साम्यताम्बूलमास्वाद्य तृप्तिं याति परां मुनिः ।। અર્થ : જિનશાસનના અણગારો તો ચક્રવર્તીનું ભોજન કરે છે. તેઓ
જ્ઞાનરૂપી અમૃત પીએ છે. સુંદર અનુષ્ઠાનોરૂપી કલ્પવૃક્ષના ફળો ખાય છે. અને છેલ્લે સમભાવરૂપી તાંબૂલનો આસ્વાદ લે છે. પરમ
તૃપ્તિને પામે છે. (૩૦) વારેવ તૃતિવાળાનવનથી !
ज्ञानिनो विषयैः किं तैर्येभवेत्तृप्तिरित्वरी ।। અર્થ : જ્ઞાની સાધુઓને પોતાના ક્ષમાદિ ગુણો વડે જ કાયમ માટે, કદી નાશ
ન પામનારી તૃપ્તિ થતી હોય તો પછી એ સાધુઓને આ ખાવાપીવા-જોવાદિ વિષયસુખોનું શું કામ છે? એ બાહ્ય વિષયો વડે તો
અલ્પકાળ માટે જ નાશવંત તૃપ્તિ પ્રાપ્ત થાય છે. (રૂ9) યા શાન્ત રસાસ્વાવાદ્ ભવેતરતિનિયા ||
सा न जिर्केन्द्रियद्वारा षड्रसास्वादनादपि ।। અર્થ : શાન્તરસ-સમભાવરૂપી એક માત્ર રસનો આસ્વાદ લેવાથી જે તૃપ્તિ
થાય છે એ ઇન્દ્રિયો દ્વારા કદી ન અનુભવી શકાય. જીભ વડે ષસભરપૂર ભોજનનો આસ્વાદ લેવાથી પણ એ તૃપ્તિ તો ન જ
મળે. (३२) सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ।
भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः ।। અર્થ : અહો ! પાંચ વિષયોમાં તૃપ્તિ ન પામનારા આ ઈન્દ્રો અને ઉપેન્દ્રો
પણ સુખી નથી. જ્ઞાનામૃતથી તૃપ્તિ પામેલો નિરંજન એક માત્ર મુનિ જ આ લોકમાં સુખી છે.
૧૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨