________________
( ३३ ) तपः श्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते ।। અર્થ : પોતાના વિશિષ્ટ તપથી કે વિશિષ્ટ શ્રુતજ્ઞાનથી જે સાધુ અભિમાની બને એ સાધુ તપ, સ્વાધ્યાયાદિ પુષ્કળ ક્રિયા કરતો હોવા છતાં પુષ્કળ કર્મો બાંધે. જ્યારે આવા અહંકારાદિ દોષ વિનાનો, ભાવનાજ્ઞાનસંપન્ન સાધુ તપ વગેરે ક્રિયા ન કરતો હોય તો પણ એને કર્મબંધ ન થાય.
(३४) स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते ।
इत्यात्मैश्वर्यसम्पन्नो निस्पृहो जायते मुनिः ।।
અર્થ : મારે માત્ર જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી મારા સ્વભાવને જ પ્રાપ્ત કરવાનો છે. એ સિવાય મારે કંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી.’ આવા આભૈશ્વર્યથી સંપન્ન મુનિ નિઃસ્પૃહ બની જાય છે. એને પછી કોઈપણ વસ્તુની સ્પૃહા રહેતી નથી.
(૩૯) સંયોનિતરે: વેઢે વેઢે પ્રાર્થને ન મૃદાવàઃ ।
अमात्रज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् ।।
અર્થ : જુઓ તો ખરા ! આ સ્પૃહાવાળા જીવો હાથ જોડીને કોની કોની પાસે ભીખ નથી માંગતા ? જ્યારે અમાનસમાન જ્ઞાનના સ્વામી એવા નિઃસ્પૃહ સાધુને તો આખું વિશ્વ, વિશ્વની સર્વ વસ્તુઓ તણખલા જેવી તુચ્છ લાગે. એ સાધુ એ વસ્તુઓ માટે આસક્ત, દુ:ખી કદી ન
થાય.
(૨૬) વૃદાવન્તો વિનોવયન્તે ધવસ્તૃતૂહવત્ । महाश्चर्यं तथाप्येते मज्जन्ति भववारिधौ ||
અર્થ : ખાવા-પીવા, શિષ્યાદિની સ્પૃહાવાળાઓ તો ખરેખર ઘાસના તણખલા અને રૂ જેવા હલકા દેખાય છે. માટે જ તો ગમે ત્યાં નમી પડે છે, ઝુકી પડે છે. પણ એક મોટું આશ્ચર્ય છે કે તણખલાદિ હલકી વસ્તુઓ તો સમુદ્ર ઉપર તરે, ડુબે નહિ. જ્યારે આ સ્પૃહાવાળાઓ તો સંસારસમુદ્રમાં ડુબી જાય છે.
**************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
૧૯