________________
(૧૩) નિર્વાણપવનચ્ચે મારા યમુહ .
तदेव ज्ञानमुत्कृष्टं निवन्धो नास्ति भूयसा ।। અર્થઃ નિર્વાણ' એ એકમાત્ર પદ પણ જો વારંવાર ભાવિત કરાય તો એ
જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. એનાથી વધારે જ્ઞાન માટે કોઈ આગ્રહ નથી. (१४) स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते ।
ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ।। અર્થ - આત્માના સ્વભાવભૂત રત્નત્રયીની પ્રાપ્તિ થાય તેવા સંસ્કારો
આત્મામાં જાગૃત કરી આપે એ જ જ્ઞાન ઈષ્ટ છે. એ સિવાયના બાકીના જ્ઞાન તો બુદ્ધિની અંધતા સિવાય કંઈ જ નથી. માટે જ તો
પતંજલિ ઋષિ પણ કહે છે કે..... (१५) वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा ।
तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद गतौ ।। અર્થ : જેનો નિર્ણય જ ન થાય, જેનો અંત જ ન આવે એવા વાદી અને
પ્રતિવાદો-પૂર્વપક્ષ ઉત્તરપલ-ઘણા વિદ્વાનો વર્ષો સુધી કરે છે પણ વર્ષો પછી પણ તેઓ અંતિમ તત્ત્વ પામી શકતા નથી. બિચારો તલ પલવાની ઘાણીમાં જોડાયેલો બળદ ! આખો દિવસ ગોળ ગોળ ઘણું
ચાલે પણ હતો ત્યાં નો ત્યાં જ રહે. (१६) पीयूषमसमुद्रोत्थं रसायनमनौषधम् ।
अनन्यापेक्षमैधर्यं ज्ञानमाहुर्मनीषिणः ।। અર્થ : કહેવાય છે કે અમૃત સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. આ જ્ઞાન તો સમુદ્ર
વિના જ ઉત્પન્ન થયેલ અમૃત છે. આ જ્ઞાન ઔષધ નથી છતાં જરામરણનો નાશ કરનાર રસાયણ છે. લોકનું ઐશ્વર્ય તો હાથી, ઘોડા, રાજ્ય, સૈન્યાદિ અન્ય વસ્તુઓથી જ શક્ય છે. આ જ્ઞાન તો એવું
ઐશ્વર્ય છે કે જેના માટે કોઈ અન્ય વસ્તુની આવશ્યકતા નથી. (१७) अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् ।
आत्माभेदेन यः पश्येदसौ मोक्षंगमी शमी ।। અર્થ : સંસારી જીવોમાં કર્મના લીધે જ સજન, દુર્જન, ક્રોધી, માની, કામી,
૧૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨