________________
અર્થ : અસ્થિરતા-ચંચળતા-માનસિક ગમે તેવા વિચારો એ આ આત્મામાં ખૂંપી ગયેલો ઘણો મોટો કાંટો છે. એ જો તે આત્મામાંથી કાઢીને ફેંકી દીધો નથી તો પછી તું ગમે એટલી ધર્મક્રિયાઓ, અનુષ્ઠાનો કર. એ ક્રિયારૂપી ઔષધ તને કોઈ જ ફાયદો કરી નહિ શકે. પણ એમાં એ ધર્મક્રિયાઓનો ય શું દોષ છે ? એ પેલી અસ્થિરતાનો જ દોષ છે. (१०) अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् ।
अयमेव हि नञ्पूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ॥
અર્થ : : આખા જગત્ને અંધ કરી દેવાની તાકાત ધરાવતો એવો મોહનો એક મહામન્ત્ર છે : ‘અહં-હું, મમ-મારું.' તમામ જીવો સર્વત્ર ‘હું-મારું’ આ મંત્રજાપ કરી કરીને અંધ બન્યા છે. મોહરાજને જીતવા માટે સામે એવો જ એક મંત્ર ગણવો પડશે : ‘ના ં-હું નથી. મારું કંઈ જ નથી.'
(૧૧) શુદ્ધાત્મદ્રવ્યમેવાઢું, શુદ્ધજ્ઞાનં મુળો મમ ।
नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ।।
અર્થ : ‘હું શુદ્ધ આત્મદ્રવ્ય જ છું. હું કંઈ મનુષ્ય, દેવ, શ્રીમંત, આચાર્યાદિ નથી. એમ શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે. શિષ્ય, સ્વજનાદિ કોઈ મારું નથી.' આ વિચાર મોહરાજને ખતમ કરનાર જબરદસ્ત શસ્ત્ર છે. (१२) अनारोपसुखं मोहत्यागादनुभवन्नपि ।
आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ।
અર્થ : આત્મસુખમાં લીન મુનિઓની શી વાત થાય ! મોહનીય કર્મનો ત્યાગ-ક્ષયોપશમ, ક્ષય-થવાથી તે મુનિઓ સ્ત્રી, ભોજનાદિ પદાર્થો વિના જ વાસ્તવિક આત્મસુખ અનુભવે છે. પણ એમની પાસે આવેલા સંસારીઓ તો સ્ત્રી, ભોજનાદિ વસ્તુઓથી જ સુખ માનનારા છે. એમાં જ તેઓને રસ છે. ‘પુદ્ગલો વિના સુખ હોઈ શકે' એ વાત તેમના સ્વપ્નમાં પણ નથી. એટલે જ આ સંસારીઓને ‘આત્મિક સુખ શું છે ?' એ મુનિઓ કહી શકતા નથી, આશ્ચર્ય પામે છે.
++++++++++++++|||||||||||||||||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
+|||||||||||||||||||||||||||+++++++++♪♪♪||||||||||||||||||||||||
૧૩