________________
જ્ઞાનસાર (9) પૂર્ણતા યા પરોપાશેઃ સા ચાથતવમાનમ્
या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा ।। અર્થ : ધન, શિષ્ય, સંપત્તિ, ભક્તો વગેરે પરવસ્તુઓ દ્વારા જીવ પોતાને
પૂર્ણ માને છે પણ એ પૂર્ણતા તો કોઈકની પાસેથી ઉછીના માંગીને લાવેલા ઘરેણા જેવી છે. જેમ એ ઘરેણા પાછા આપવા જ પડે એમ કર્મો પાસેથી ઉછીની મળેલી આ પૂર્ણતા પણ ઝાઝી ટકવાની નથી.
જ્યારે આત્મા પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર વડે જે સ્વાભાવિક પૂર્ણતા પામે છે એ ઉત્તમરત્નની' કાંતિ જેવી છે. જેમ એ કાંતિ ઉત્તમ
રત્નથી છૂટી ન પડે એમ જીવની આ પૂર્ણતા કદી નાશ ન પામે. (૨) સપૂર્વક પૂર્ણાતામતિ પૂર્યાસ્ત રીતે ?
पूर्णानन्दस्वभावोऽयं जगददभुतदायकः ।। અર્થ : બાહ્ય વસ્તુઓથી અપૂર્ણ એવો મુનિ જ પૂર્ણતાને પામે છે. બાહ્ય
વસ્તુઓથી ભરાતો, પુષ્ટ બનતો આત્મા તો અધ્યાત્મજગતમાં વધુ ને વધુ ભિખારી જ બનતો જાય છે. ખરેખર પૂર્ણાનન્દનો આ સ્વભાવ
આખા વિશ્વને આશ્ચર્ય પમાડે એવો છે. () परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः ।
स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि ।। અર્થ : સ્ત્રી, ધન, રાજ્ય વગેરે પારકી વસ્તુઓને પોતાની માની લઈ
ઉન્માદી બનતા ચક્રવર્તીઓને તો પખંડનું સામ્રાજ્ય પણ ઓછું જ દેખાય. જ્યારે પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રને જ પોતાનું ધન માની એ આત્મિક સુખથી પૂર્ણ બનેલો સાધુ તો દેવેન્દ્ર કરતાં ય પોતાની જાતને ઊંચી જ માને છે. એને ક્યાંય ન્યૂનતા, દીનતા આવતી નથી. यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता ।
विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ।। અર્થ : પરબ્રહ્મ-પરમાત્મા તો જ્ઞાનામૃતના સાગર છે. એવા પરમાત્મામાં જે
આત્મા મગ્ન થઈ જાય છે એ તો વિષયસુખો ભોગવવા એ
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
૧૧